Connect Gujarat
દેશ

CDS બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ મામલે IAFનો મોટો ખુલાસો, આ કારણે બની હતી દુર્ઘટના..

ઘાટીમાં હવામાનમાં અણધાર્યો ફેરફાર થયો હતો, જેના કારણે હેલિકોપ્ટર વાદળોમાં ફસાઈ ગયું અને ક્રેશ થઈ ગયું.

CDS બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ મામલે IAFનો મોટો ખુલાસો, આ કારણે બની હતી દુર્ઘટના..
X

સીડીએસ જનરલ બિપિન રાવત સહિત 14 લોકોને લઈને નીકળેલા હેલિકોપ્ટર ક્રેશ અંગે IAF દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. પ્રારંભિક પરિણામોમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વૉઇસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ યાંત્રિક નિષ્ફળતા, તોડફોડ કે બેદરકારી નથી.

ઘાટીમાં હવામાનમાં અણધાર્યો ફેરફાર થયો હતો, જેના કારણે હેલિકોપ્ટર વાદળોમાં ફસાઈ ગયું અને ક્રેશ થઈ ગયું. વાદળોને કારણે પાયલોટ મૂંઝવણમાં મુકાઈ ગયો અને હેલિકોપ્ટર કાબૂ બહાર જઈને જમીન સાથે અથડાયું. અકસ્માતનું સૌથી સંભવિત કારણ જાણવા માટે તપાસ ટીમે તમામ ઉપલબ્ધ સાક્ષીઓની તપાસ કરી. આ સિવાય ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેના તારણોના આધારે, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ કેટલીક ભલામણો કરી છે જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

તમિલનાડુના કુન્નુરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે સંપૂર્ણપણે પાયલટના નિયંત્રણમાં હતું. પરંતુ વાદળોના કારણે તે તેના નિયંત્રણમાં હોવા છતાં તૂટી પડ્યું. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આવા અકસ્માતોમાં પાઇલોટ અથવા ક્રૂ મેમ્બર જોખમથી અજાણ હોય છે.

Next Story