Connect Gujarat
દેશ

કેન્દ્રીય કર્મચારીઓ આનંદો : DA 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું

કેન્દ્રીય કર્મચારીઓ આનંદો : DA 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યું
X

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવ કુદકેને ભુસકે વધી રહયાં છે ત્યારે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો છે. અત્યાર સુધી કર્મચારીઓને 17 ટકા ડીએ મળતું હતું જે વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યું છે.

સરકારે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં, એટલે કે DA 17%થી વધારીને 28% કરી દીધું છે. કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેરએ ડીએના વધારાને મંજુરી આપી દીધી છે હવે સરકાર તરફથી સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા બાકી છે. સરકારના નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે. કોરોના મહામારીને કારણે જૂન 2021 સુધીમાં કર્મચારીઓ અને પેન્શનર્સના DAને વધારવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો.

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને DAના ત્રણ હપતા મળવાના બાકી છે, જે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021એ મળવાના હતા. દેશમાં મોંઘવારીની અસરને ઘટાડવા સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપતી હોય છે. આને સમય-સમયે વધારવામાં આવે છે. રિટાયર્ડ કર્મચારીઓને પણ આનો લાભ મળતો હોય છે.

Next Story