કોરોનાને લઈ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન, ખાંસી સતત આવે તો આ ટેસ્ટ કરાવવો જરૂરી
કોરોનાને લીધે માહોલ એવો થઇ ગયો છે કે જો તમે છીંક ખાઓ કે ઉધરસ ખાઓ તો એમ થાય કે આ કોરોના તો નહી હોય ને.

કોરોનાને લીધે માહોલ એવો થઇ ગયો છે કે જો તમે છીંક ખાઓ કે ઉધરસ ખાઓ તો એમ થાય કે આ કોરોના તો નહી હોય ને. સિઝન ચેન્જ થતા મોટાભાગના લોકો શરદી ખાંસીનો ભોગ બન્યા છે પરંતુ જો તમને ખાસી એક બે અઠવાડિયા સુધી મટે નહી તો તમારે કોરોના નહી પરંતુ ટીબીનો ટેસ્ટ કરાવવો જોઇએ. જી હા આ વાત કહી છે કેન્દ્ર સરકારે. કેન્દ્રસરકારે કોવિડ 19ના ઇલાજ માટે ક્લિનિકલ ગાઇડલાઇનમાં સંશોધન કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો માટે વિવિધ દવાઓના ડોઝની ભલામણ કરવામાં આવી છે.
સાથે એમ પણ કહેવામાં આવ્યુ છે કે જો કોઈની ખાંસી બે-ત્રણ અઠવાડિયા સુધી મટે નહી તો તો તેણે ટીબી અથવા અન્ય કોઈ રોગ માટે પરીક્ષણ કરાવવું જોઈએ. કેન્દ્ર સરકારે કોરોનાને લઇને નવી ગાઇડલાઇન અમલમાં મૂકી છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે કોરોનાના દર્દીના ઉપચાર માટે સ્ટીરોઇડ દવાનો બેફામ ઉપયોગ કરવાનું ટાળો. મહત્વનુ છે કે થોડા દિવસ પહેલા જ ટાસ્ક ફોર્સના વડા વીકે પોલે કોરોનાની બીજી લહેરમાં સ્ટીરોઈડ દવાઓના વધુ પડતા ઉપયોગ પર ખેદ વ્યક્ત કર્યો હતો. કોવિડ-19ની આ ક્લિનિકલ ગાઇડલાઇન ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)-કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સ અને જોઈન્ટ મોનિટરિંગ ગ્રૂપ (DGHS)દ્વારા સંશોધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.