Connect Gujarat
દેશ

જાણીતા સિંગર મૂસેવાલાના હત્યારા અને પોલીસ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનું મોત

પંજાબના અમૃતસરમાં અટારી પાસે એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનુ મોત થયું છે. સાથે જ ત્રણ પોલીસકર્મીઓને પણ ગોળી વાગી છે.

જાણીતા સિંગર મૂસેવાલાના હત્યારા અને પોલીસ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનું મોત
X

પંજાબના અમૃતસરમાં અટારી પાસે એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનુ મોત થયું છે. સાથે જ ત્રણ પોલીસકર્મીઓને પણ ગોળી વાગી છે. આ એન્કાઉન્ટર અમૃતસર જિલ્લાના અટારીમાં પાકિસ્તાન સરહદને અડીને આવેલા ચિચા ભકના ગામમાં ચાલી રહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર અટારી ગામમાં 6-7 ગેંગસ્ટર છુપાયા હોવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગુંડાઓ ગામની જૂની હવેલીમાં છુપાયેલા છે. પંજાબ પોલીસને માહિતી મળી હતી કે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ સાથે સંકળાયેલા ગેંગસ્ટર ગામમાં છુપાયેલા છે. જે બાદ પંજાબ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગેંગસ્ટર રૂપા અને તેનો સાથી મન્નુ કુસા ત્યાં છુપાયેલા હતા. તેમને કાબૂમાં લેવા માટે ભારે પોલીસ ફોર્સે વિસ્તારને સીલ કરી દીધો હતો. પોલીસ અને બંને શૂટરો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં બંને ગેંગસ્ટર શાર્પ શૂટર હોવાની આશંકા છે. આ બંને આરોપીઓ પંજાબના તરનતારનના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story