Connect Gujarat
દેશ

સ્વચ્છ સર્વેક્ષણ-2021: ઇન્દોર પાંચમી વાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર તો સુરત બીજા સ્થાને

સ્વચ્છ સર્વેક્ષણ-2021ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત પાંચમી વખત પ્રથમ ક્રમે

સ્વચ્છ સર્વેક્ષણ-2021: ઇન્દોર પાંચમી વાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર તો સુરત બીજા સ્થાને
X

સ્વચ્છ સર્વેક્ષણ-2021ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત પાંચમી વખત પ્રથમ ક્રમે આવ્યું છે. સ્વચ્છ સર્વેક્ષણ-2021ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત પાંચમી વખત પ્રથમ ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા હતા.

2021માં સુરત (ગુજરાત) બીજા નંબરે અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) ત્રીજા નંબરે રહ્યું હતું. સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 હેઠળ ભારતને કચરો મુક્ત બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની હરોળમાં, આ સમારોહમાં કચરા મુક્ત શહેરોની શ્રેણી હેઠળ આવતા વિજેતા શહેરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પહેલહેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શહેરોને માન્યતા આપતી વખતે સફાઈ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા પણ કરવામાં આવી હતી.આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ છે 2016 માં આ પગલાની શરૂઆતમાં, સર્વેક્ષણમાં ફક્ત 73 મોટા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વર્ષના સર્વેની સફળતા આ વખતે નાગરિકો તરફથી મળેલા પ્રતિસાદની સંખ્યાના આધારે જ નક્કી કરી શકાય છે. આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વખતે પાંચ કરોડથી વધુ ફીડબેક આવ્યા. ગયા વર્ષે આ સંખ્યા 1.87 કરોડ હતી.

Next Story