Connect Gujarat
દેશ

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે હિંદુત્વની સરખામણી ISIS સાથે કરી, ખુર્શીદની બુક 'Sunrise over Ayodhya' પર વિવાદ

સનરાઇઝ ઓવર અયોધ્યા નામના પુસ્તકમાં સલમાન ખુર્શીદે હિન્દુત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે હિંદુત્વની સરખામણી ISIS સાથે કરી, ખુર્શીદની બુક Sunrise over Ayodhya પર વિવાદ
X

કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદના એક પુસ્તકને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. આ પુસ્તકમાં સલમાન ખુર્શીદ હિંદૂત્વની વિચારધારાને ખતરનાક ગણાવી હતી. સનરાઇઝ ઓવર અયોધ્યા નામના પુસ્તકમાં સલમાન ખુર્શીદે હિન્દુત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે હિન્દુત્વની સરખામણી બોકો હરામ અને આઇએસઆઇએસ સાથે કરી હતી.સલમાન ખુર્શીદ પોતાના પુસ્તકમાં કહ્યું છે કે હિન્દુત્વ સાધુ સંતોની સમાનતા અને પ્રાચીન હિન્દુ ધર્મને અલગ કરી રહી છે.

જે દરેક રીતે આતંકી સંગઠન આઇએસ અને બોકો હરામ જેવા જેહાદી ઇસ્લામિક સંગઠનો જેવી જ છે. સાથે તેમણે હિન્દુ ધર્મના વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું કે હિન્દુ ધર્મ બહુ જ ઉચ્ચ સ્તરીય ધર્મ છે. જેના માટે મહાત્મા ગાંધીએ જે પ્રેરણા આપી છે તેનાથી વધારે કઇ જ ન હોઇ શકે. જો તેમાં કોઈ નવુ લેબલ લગાવી દે તો તેને હું કેમ માની લઉ? કોઇ ધર્મનું અપમાન કરે તો હું પણ બોલીશ. હિન્દુત્વની રાજનીતી કરનારા ખોટા છે તેવી જ રીતે આઇએસ પણ ખોટુ છે. સલમાન ખુર્શીદ વધુમાં લખે છે કે મારી પોતાની પાર્ટી કોંગ્રેસ મોટા ભાગે તે મુદ્દા તરફ વળી જાય છે કે કોંગ્રેસમાં એક એવો વર્ગ પણ છે કે જેને આ વાત પર પછતાવો છે કે અમારી છાપ લઘુમતી સમર્થક પાર્ટી છે. આ વર્ગ માત્ર જનોઇધારી ની વકીલાત કરે છે. તેઓએ અયોધ્યા પર આવેલા ફેસલા અંગે કહ્યું કે હવે આ સ્થળ પર ભવ્ય રામ મંદિર બનવું જોઇએ. તેઓએ સુપ્રીમ કોર્ટના અયોધ્યા અંગેના ચુકાદા ના વખાણ કર્યા હતા.

Next Story