Connect Gujarat
દેશ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ED સમક્ષ થયા હાજર, કાર્યકરોએ વિરોધ કર્યો તો ભાજપે કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ કોઈ મહાન વ્યક્તિ છે?

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ED સમક્ષ થયા હાજર, કાર્યકરોએ વિરોધ કર્યો તો ભાજપે કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ કોઈ મહાન વ્યક્તિ છે?
X

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા છે. આ તરફ વિપક્ષ સોનિયા ગાંધીની પૂછપરછને લઈને સંસદથી લઈને રોડ સુધી મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. તેઓ સરકાર પર બદલાની રાજનીતિનો આરોપ લગાવી રહ્યા છે. આ સાથે જ ભાજપે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું- 'કાયદા સમક્ષ બધા સમાન છે, શું કોંગ્રેસ અધ્યક્ષ કોઈ મહાન વ્યક્તિ છે? સોનિયા ગાંધીના પ્રશ્નને લઈને વિપક્ષના સાંસદોએ આજે લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો.

આ દરમ્યાન કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, 'કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. શું કોંગ્રેસ અધ્યક્ષ (સોનિયા ગાંધી) કોઈ મહાન વ્યક્તિ છે? તેઓ (કોંગ્રેસીઓ) માને છે કે તેઓ કાયદાથી ઉપર છે. ભારે હોબાળા બાદ લોકસભાની બેઠક થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી

Next Story