Connect Gujarat
દેશ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ લોકસભામાં મીડિયાની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયા અંગેનો મુદ્દો ઉઠાવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં મીડિયાની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયાને પ્રભાવિત કરીને લોકશાહી સામેના પડકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ લોકસભામાં મીડિયાની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયા અંગેનો મુદ્દો ઉઠાવ્યો
X

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં મીડિયાની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયાને પ્રભાવિત કરીને લોકશાહી સામેના પડકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બુધવારે લોકસભામાં કહ્યું હતું કે ફેસબુક અને ટ્વિટર જેવી વૈશ્વિક કંપનીઓનો ઉપયોગ રાજનેતાઓ, રાજકીય પક્ષો દ્વારા રાજકીય હેતુને સાકાર કરવામાં માટે કરાય છે. તેમણે કહ્યું કે તે વારંવાર ધ્યાન પર આવ્યું છે કે વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ તમામ પક્ષોને સમાન તકો પૂરી પાડી રહી નથી.લોકસભામાં સોનિયા ગાંધીએ કહ્યું કે સત્તાના મેળાપીપણામાં ફેસબુક દ્વારા જે રીતે સામાજિક સમરસતાને હાની પહોંચાડવામાં આવી રહી છે તે આપણા લોકતંત્ર માટે ખતરા સમાન છે.

સોનિયા ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા મામલા પર બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પ્રત્યુતર આપ્યો હતો. તેમણે કોંગ્રેસના શાસન દરમિયાન મીડિયા સામેની તેમની ભૂમિકાની તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે ભાવનાત્મક રીતે આપવામાં આવેલી માહિતી દ્વારા યુવાનો અને વૃદ્ધોના મન નફરતથી ભરાઈ રહ્યા છે. અહીં ફેસબુક જેવી પ્રોક્સી એડવર્ટાઈઝિંગ કંપનીઓ આ વાતથી વાકેફ છે અને તેમાંથી નફો કમાઈ રહી છે. રિપોર્ટમાં મોટા કોર્પોરેશનો, શાસક સંસ્થાઓ અને ફેસબુક જેવી વૈશ્વિક સોશિયલ મીડિયા જાયન્ટ્સ વચ્ચે વધતી સાંઠગાંઠ દર્શાવે છે. તેમણે અહીં અનેક અખબારોને ટાંક્યા. તેમણે કહ્યું કે વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે કેવી રીતે ફેસબુકે શાસક પક્ષને સમર્થન આપ્યું હતું.

Next Story