Connect Gujarat
દેશ

દેશમાં કોરોનાના વધતાં કેસ ચિંતાજનક, ગૃહ મંત્રાલયે રાજ્યોને આપ્યા નિર્દેશ

દેશમાં કોરોનાના વધતાં કેસ ચિંતાજનક, ગૃહ મંત્રાલયે રાજ્યોને આપ્યા નિર્દેશ
X

કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસનાં વધતાં પ્રભાવને રોકવા માટે પહેલાથી લાગુ નિયમોને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને તહેવારોની સીઝનમાં ભડ ભીડ એકત્ર ન થવા દેવાના આદેશ આપ્યા છે.

આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવશ્યકતા અનુસાર લૉકલ સ્તર પર પ્રતિબંધો લગાવવામાં આવે. નોંધનીય છે કે ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસ મહામારીમાંથી થોડી રાહત મળી છે પરંતુ દક્ષિણનાં રાજ્યો જેમાં ખાસ કરીને કેરળમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં શનિવારે 46,759 નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે 31,374 દર્દીઓએ કોરોનાને મહાત પણ આપી છે, સાથે 509 લોકોની સંક્રમણનાં કારણે મોત થઈ છે.

ચિંતાની વાત છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હવે વધી રહી છે, જે વધીને હાલ 359775 થઈ ગઈ છે. ત્યાં જ અત્યાર સુધીમાં 4,37,370 લોકોએ કોરોના વાયરસનાં કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

Next Story