Connect Gujarat
દેશ

કોરોના ઇફેક્ટ,તેજસ એક્સપ્રેસ હવે સપ્તાહમાં 3 દિવસ ચાલશે

દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે.સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે

કોરોના ઇફેક્ટ,તેજસ એક્સપ્રેસ હવે સપ્તાહમાં 3 દિવસ ચાલશે
X

દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે.સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે.કોરોના કેસ વધતા IRCTC દ્વારા પ્રવાસીઓની સ્વાસ્થની સલામતીને ધ્યાને રાખતા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.તેજસ ટ્રેન અઠવાડિયામાં 3 દિવસ ચાલશે.IRCTC એ ટ્રેન નંબર 82902/82901 ADI - MMCT - ADI તેજસ એક્સપ્રેસ 12.જાન્યુઆરી 2022 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી અઠવાડિયાના 5 દિવસથી ઘટાડીને અઠવાડિયામાં 3 દિવસ ચાલશે.તેજસ ટ્રેન દર અઠવાડિયે બુધવાર અને સોમવારે દોડશે નહી.તેજસ ટ્રેન અઠવાડિયામા દરમિયાન શુક્રવાર, શનિવાર અને રવિવારે ટ્રેન ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ઓપરેશનલ તારીખ 14, 15, 16, 21, 22, 23, 28, 29, 30 જાન્યુઆરી અને 4,5,6 ફેબ્રુઆરી ટ્રેન ચાલશે. વર્તમાન સમયપત્રક મુજબ આ ટ્રેન 11 ફેબ્રુઆરી 2022 થી અઠવાડિયામાં 5 દિવસ દોડાવવાનું આયોજન છે. પ્રવર્તમાન પરિસ્થિતિને આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.IRCTC દ્વારા કહેવામાં કે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને અસુવિધા ઘટાડવા માટે આ સખત નિર્ણય લીધો છે.સિસ્ટમ દ્વારા રદ કરાયેલી ટ્રેનો ના તમામ મુસાફરોને એક SMS મોકલવામાં આવશે અને બેક-એન્ડ ટીમ દ્વારા એક ઈમેલ મોકલવામાં આવશે. અમે એ પણ સુનિશ્ચિત કરીશું કે તે મુસાફરોને ફોન કરીને પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવે. તેમને વૈકલ્પિક પ્રવાસ વ્યવસ્થા કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.પરંતુ કોરોનક કેસ વધતા તેજસ ટ્રેન 12.જાન્યુઆરી 2022 થી 10 ફેબ્રુઆરી 2022 સુધી અઠવાડિયાના 5 દિવસથી ઘટાડીને અઠવાડિયામાં 3 દિવસ ચાલશે ટ્રેનમાં કોવિડ ગાઈડલાઈન પાલન કરે તે માટે સૂચના આપવામાં આવે છે .માસ્ક પહેરી રાખવા માટે પ્રવાસીઓને સૂચના આપવામાં આવે છે.તેમન ટ્રેનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ની અવર જવર થાય છે.જેથી ટ્રેન પણ સેનેટાઇઝ કરવામાં આવે છે.જેના કારણે કોરોના સંક્રમણથી બચી શકાય.જો કે

Next Story