Connect Gujarat
દેશ

દેશની સંસદમાં કોરોના વિસ્ફોટ: 875 કર્મચારીઓ થયા સંક્રમિત

રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂની સાથે સાથે સદનના 875 સ્ટાફ કોવિડ પોઝિટીવ આવ્યા છે.

દેશની સંસદમાં કોરોના વિસ્ફોટ: 875 કર્મચારીઓ થયા સંક્રમિત
X

સંસદમાં 875 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. સંસદ સચિવાલયે જણાવ્યું છે કે, 31 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદના બજેટ સત્ર અગાઉ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂની સાથે સાથે સદનના 875 સ્ટાફ કોવિડ પોઝિટીવ આવ્યા છે. આ આંકડો મહામારીની ત્રીજી લહેરની શરૂઆત બાદ 20 જાન્યુઆરી સુધી કરવામાં આવેલા ટેસ્ટના છે. સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થનારૂ છે અને તેનો પ્રથમ ભાગનું સમાપન 11 ફેબ્રુઆરીએ થશે.સંસદમાં ત્રીજી લહેર શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 2847 ટેસ્ટ થઈ ચુક્યા છે અને તેમાંથી 875 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

તેમણે કહ્યું છે કે, કુલ ટેસ્ટમાંથી 915 ટેસ્ટ રાજ્યસભા સચિવાલય દ્વારા આપવામાં આવેલા અને 271 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સત્રનું આયોજન કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન સાથે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોવિડના વધતાં કેસોને ધ્યાને રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક સાથે ચાલશે અથવા અલગ અલગ પાળીમાં, તેના પર હજૂ નિર્ણય કરવામાં આવશે. રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ પણ કોવિડ 19થી સંક્રમિત થયા છે. તેઓ બીજી વાર સંક્રમિત થયાં છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વિટ કર્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે કોરોના પોઝિટિવ થયાની પુષ્ટિ થઈ છે. તેઓ હાલમાં હૈદરાબાદમાં છે. તેમણે એક અઠવાડીયા સુધી કોરન્ટાઈનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવાની અને કોરન્ટાઈન થવાની પણ સલાહ આપી છે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતાં. હાલમાં તો એવું નથી લાગતું કે, બુધવારના ગણતંત્ર દિવસ સમારંભમાં તેઓ ભાગ લઈ શકે.

Next Story