Connect Gujarat
દેશ

ભારતમાં કોરોના હવે 1 માસનો મહેમાન ! વાંચો કેન્દ્ર સરકારે શું કરી જાહેરાત

ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે પરંતુ હવે ભારત સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી સુધી દેશમાંથી કોરોના ખતમ થઈ જશે.

ભારતમાં કોરોના હવે 1 માસનો મહેમાન ! વાંચો કેન્દ્ર સરકારે શું કરી જાહેરાત
X

હાલમાં ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે પરંતુ હવે ભારત સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી સુધી દેશમાંથી કોરોના ખતમ થઈ જશે. સરકારના સૂત્રોએ એવી માહિતી આપી કે ભારતમાંથી ધીરે ધીરે કોરોના ઘટી રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોના કેસ ઘટી જશે. કેટલાક રાજ્યો અને મહાનગરોમાં કોરોના કેસ ઘટવાનું શરુ થયું છે. તેમણે કહ્યું કે દેશમાં વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરની અસરમા ઘટાડો આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન કરી રહ્યું છે. હાલમાં 74 ટકા વયસ્ક લોકોમાં વેક્સિનેશનનું કામ પુરુ થયું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), મદ્રાસ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના ચેપના ફેલાવાનો દર દર્શાવતી 'આર-વેલ્યુ' 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે ઘટીને 1.57 થઈ ગઈ છે.IIT વૈજ્ઞાનિકોના સ્ટડીમાં એવું પણ કહેવાયું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવતા પંદર દિવસમાં ટોચ પર પહોંચશે. ગણિત વિભાગ, આઈઆઈટી મદ્રાસ અને પ્રો.નિલેશ એસ.ઉપાધ્યાય અને પ્રો.એસ.સુંદરની અધ્યક્ષતામાં કમ્પ્યુટેશનલ મેથેમેટિક્સ એન્ડ ડેટા સાયન્સના સેન્ટર ઓફ એક્સેલન્સે કમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા પ્રાથમિક વિશ્લેષણ હાથ ધર્યું હતું. ડેટા અનુસાર મુંબઈની આર-વેલ્યુ 0.67, દિલ્હીની આર-વેલ્યુ 0.98, ચેન્નાઈની આર-વેલ્યુ 1.2 અને કોલકાતાની આર-વેલ્યુ 0.56 છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં હવે ઓમિક્રોનનું સ્થાનિક સંક્રમણ શરુ થયું છે અને આગામી થોડા દિવસોમાં તે પીક પર પહોંચી જશે અને માર્ચ મહિનામાંથી કોરોના વિદાય થઈ જશે.

Next Story