Connect Gujarat
દેશ

દેશમાં કોરોનાથી આંશિક રાહત, 24 કલાકમાં 25 હજાર નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાથી આંશિક રાહત, 24 કલાકમાં 25 હજાર નવા કેસ નોંધાયા
X

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ડરની વચ્ચે કોવિડ વેક્સીનેશન અભિયાન વેગવંતુ બની ગયું છે. સોમવારે એક જ દિવસમાં 88 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ 55 કરોડ 47 લાખથી વધુ લોકોને કોરોનાના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

આ ઉપરાંત રાહતની બીજી વાત એ છે કે, 24 કલાકમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 30 હજારથી નીચે નોંધાઈ છે. મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,166 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 437 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,22,50,679 થઈ ગઈ છે.

બીજી તરફ, દેશમાં કુલ 55,47,30,609 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના 24 કલાકમાં 88,13,919 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,32,079 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

Next Story