Connect Gujarat
દેશ

દેશમાં કોરોના સંક્રમણમાં વધારો, વાંચો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

દેશમાં કોરોના સંક્રમણમાં વધારો, વાંચો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ
X

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, બુધવારે દેશમાં કોરોના વાયરસના 37,593 નવા કેસો સામે આવ્યાં છે. જેનો અર્થ છે કે મંગળવારની તુલનામાં કોવિડ-19ના કેસોમાં લગભગ 47 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતના એક્ટિવ કેસોની સંખ્યા પણ હજી પણ 3,22,327 છે. જ્યારે દેશમાં અત્યાર સુધી 59.55 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

આ ઉપરાંત દેશમાં વર્તમાન રિકવરી રેટ 97.67 ટકા છે અને છેલ્લાં 24 કલાક દરમ્યાન 34,169 લોકો કોરોનાથી સાજા થયા છે. મહત્વનું છે કે, મંગળવારે દેશમાં કોરોનાના 25,467 નવા કેસો સામે આવ્યાં હતા. દેશમાં ગયા વર્ષે સાત ઓગસ્ટે સંક્રમિતો 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરે 40 લાખથી વધારે નોંધાયા હતા.

જ્યારે સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 30 નવેમ્બરે 90 લાખને પાર થયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસો એક કરોડને પાર, ચાર મેના રોજ બે કરોડને પાર અને 23 જૂને ત્રણ કરોડને પાર થયા હતા.

Next Story