Connect Gujarat
દેશ

તેલંગણાના કોલ્લાપુરમાં એકસાથે પાંચ કામદારોના મૃતદેહ મળી આવ્યા,જાણો હચમચાવનારી સમગ્ર ઘટના...

તેલંગાણાના કોલ્લાપુરમાં પાંચ મજૂરોના મોત

તેલંગણાના કોલ્લાપુરમાં એકસાથે પાંચ કામદારોના મૃતદેહ મળી આવ્યા,જાણો હચમચાવનારી સમગ્ર ઘટના...
X

તેલંગાણાના કોલ્લાપુરમાં પાંચ મજૂરોના મોતથી ખળભળાટ મચી ગયો છે. અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પાંચ કામદારોના મૃતદેહ મળી આવ્યા છે. કોલ્લાપુર પોલીસ ઈન્સ્પેક્ટર વેંકટ રેડ્ડીએ જણાવ્યું કે, આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અહીં એક અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન સાઈટ પર પાંચ યુવકો જમીનથી 100 મીટર નીચે પડેલા જોવા મળ્યા હતા. તેના શરીર પર ઈજાના નિશાન પણ હતા, ત્યારબાદ કામદારોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Next Story