Connect Gujarat
દેશ

દિલ્હી : મુંડકા મેટ્રો સ્ટેશન નજીક આવેલ એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ, 16 લોકોના મોત

દિલ્હી : મુંડકા મેટ્રો સ્ટેશન નજીક આવેલ એક કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ, 16 લોકોના મોત
X

પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 16 લોકોના મોત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ 24 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. રાત્રે લગભગ આઠ વાગ્યા સુધી આગ ઓલવવાની કામગીરી ચાલી રહી હતી. દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

આજે સાંજે 4.45 કલાકે એક ઓફિસમાં આગ લાગવાની ઘટના સંબંધિત પોલીસ સ્ટેશન મુંડકામાં એક પીસીઆર કોલ આવ્યો હતો. આ કોલની જાણકારી પોલીસને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને બચાવા લાગી ગયા. પોલીસ અધિકારીઓએ બ્લિડીંગની બારીઓના કાચ તોડીને લોકોને બહાર નિકાળ્યા હતા અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

મળતી માહિતી મુજબ આ બિલ્ડીંગ 3 માળની છે અને મોટા ભાગે અહીં કોમર્શિયલ ઉપયોગ માટેની ઓફિસો આવેલી છે. આગની ઘટના પ્રથમ માળેથી શરૂ થઈ હતી. કંપનીના માલિકની પોલીસે ધરપકડ કરી છે. આગ ઠારવા માટે ઘટનાસ્થળ પર 9 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. આગની ચપેટમાં આવેલા પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

Next Story