Connect Gujarat
દેશ

દિલ્હી : હવા પ્રદૂષણના કારણે આગામી આદેશ સુધી તમામ સ્કૂલ-કોલેજો બંધ...

દિલ્હી સરકારે હવા પ્રદૂષણના કારણે દિલ્હી-એનસીઆરમાં તમામ સ્કુલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનોને આગલી સૂચના સુધી બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.

દિલ્હી : હવા પ્રદૂષણના કારણે આગામી આદેશ સુધી તમામ સ્કૂલ-કોલેજો બંધ...
X

દિલ્હી સરકારે હવા પ્રદૂષણના કારણે દિલ્હી-એનસીઆરમાં તમામ સ્કુલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનોને આગલી સૂચના સુધી બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. ખરાબ વાયુ ગુણવત્તાના કારણે દિલ્હી-એનસીઆરમાં તમામ સ્કુલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનોને આગલી સૂચના સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, ત્યારે શિક્ષણ સંસ્થાન, જે કોરોના મહામારીના કારણે અત્યાર સુધી બંધ હતા અને ખુલ્યા હતા. તેમને હાલ પાછા ઓનલાઈન અભિયાન માટે જવું પડ્યું છે.

મંગળવારે રાતે વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ આયોગએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સંકટને પહોંચી વળવા માટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સરકારોને અનેક નિર્દેશ જારી કર્યા. આ નિર્ણય મંગળવારે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ સંકટ પર થયેલી એક ઈમરજન્સી બેઠક બાદ લેવામાં આવ્યો. રાજ્ય સરકારોને તા. 22 નવેમ્બરે આ સંબંધમાં અનુપાલન રિપોર્ટ દાખલ કરવાની છે. સીક્યૂએમ દ્વારા જારી 9 પાનાના આદેશમાં એનસીઆર સરકારોને સલાહ આપવામાં આવી છે કે, તા. 21 નવેમ્બર સુધી ઓછામાં ઓછા 50 ટકા કર્મચારીઓ ને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવે. તેમજ દિલ્હી એનસીઆરમાં સરકારી કાર્યાલયમાં પણ ઓછામાં ઓછા 50 ટકા કર્મચારીઓ તા. 21 નવેમ્બર સુધી ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવે. ખાનગી સંસ્થાનોને આ માટે પ્રોત્સાહિત કરવામાં આવે જેતી વાહનોથી થતું પ્રદૂષણ રોકી શકાય. ઉપરાંત જરૂરી સામાન લઈ જનાર ટ્રકોને છોડીને તા. 21 નવેમ્બર સુધી ટ્રકોને દિલ્હીમાં પ્રવેશ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. દિલ્હી-એનસીઆરમાં અપવાદોને થોડીને તમામ કન્સ્ટ્રક્શન અને મકાન પડવાની ગતિવિધિઓ પર તા. 21 નવેમ્બર સુધી પ્રતિબંધ રહેશે.

Next Story