દિલ્હી વિધાનસભા ચૂંટણી: અરવિંદ કેજરીવાલે રેવડી પે ચર્ચા અભિયાન શરૂ કરાવ્યુ

દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે AAPનું 'રેવડી પે ચર્ચા' અભિયાન શરૂ કર્યું.તેમણે શુક્રવારે કહ્યું કે દિલ્હી

New Update
aap1
Advertisment

દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે AAPનું 'રેવડી પે ચર્ચા' અભિયાન શરૂ કર્યું.તેમણે શુક્રવારે કહ્યું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક છે. અમે આજથી 'રેવડી પર ચર્ચા' અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર દિલ્હીમાં 65 હજાર સભાઓ યોજાશે. અમારી સરકારના 6 મફત 'રેવડી' ધરાવતા પેમ્ફલેટનું વિતરણ કરીશું.

Advertisment

તેમણે કહ્યું, 'અમે દિલ્હીમાં ઘણું કામ કર્યું છે. અમે દિલ્હીના લોકોને 6 ફ્રી સુવિધા 'રેવડી' આપી છે. અમે દિલ્હીના લોકોને પૂછવા માંગીએ છીએ કે શું તેઓને આ 'રેવડીઓ' જોઈએ છે કે નહીં. દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી 2020 માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી મેળવી હતી અને 70 માંથી 62 બેઠકો જીતી હતી.

Latest Stories