Connect Gujarat
દેશ

દિલ્હીનો શ્વાસ રુંધી રહ્યો છે ઓમિક્રોન, 82 ગણા વધ્યા કેસ, હોસ્પિટલાઈઝેશન 3 ગણું થયુ

દિલ્હીમાં કોરોના વાયરસના મામલા હવે આતંક ફેલાવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા 3 ગણી વધી ગઈ છે.

દિલ્હીનો શ્વાસ રુંધી રહ્યો છે ઓમિક્રોન, 82 ગણા વધ્યા કેસ, હોસ્પિટલાઈઝેશન 3 ગણું થયુ
X

દિલ્હીમાં કોરોના વાયરસના મામલા હવે આતંક ફેલાવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા 3 ગણી વધી ગઈ છે. જ્યારે નવા સંક્રમણનો દર બીજી લહેર બાદ નીચલા સ્તરથી 82 ગણો વધારે છે. આ જાણકારી એક ન્યૂઝ પેપરના વિશ્લેષણમાં સામે આવી છે. દિલ્હી સરકાર દ્વારા 3 જાન્યુઆરીએ જારી કરવામાં આવેલા સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર શહેરમાં કોરોનાના માટે ઉપલબ્ધ 9,029 હોસ્પિટલના બેડમાંથી ફક્ત 420 પર દર્દી હતા.

સરકારના ડેટા મુજબ ભારતમાં બીજી લહેર(અને દિલ્હીમાં ચોથી)ના પીક બાદ 28 નવેમ્બર 2021ના ખતમ થયેલા અઠવાડિયામાં દિલ્હીમાં દાખલ થયેલા દર્દીની સંખ્યા ઘટીને 128 થઈ ગઈ હતી. જેનાથી ખબર પડે છે કે બીજી લહેરની સમાપ્તિની સરખામણીમાં હાલ દાખલ દર્દીની સંખ્યા 3.3 ગણી વધારે છે. દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યાને જોતા ખબર પડે છે કે દાખલ દર્દી પ્રકારના છે. પહેલા જેમનામાં હળવા લક્ષ્ણો જોવા મળી રહ્યા છે અને બીજી જે શંકાસ્પદ રોગી છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યાનુસાર વર્તમાનમાં અનેક ઓમિક્રોન દર્દીને ફરજિયાત હોમ આઈસોલેશનનું પાલન કરવાનું રહેશે કેમ કે સંક્રમણના ઉચ્ચ સંક્રમણ દર જોઈ શકાય છે. આ દર્દીઓ માટે હોમ આઈસોલેશનની નીતિ હાલ તૈયાર નથી કરવામાં આવી.એનો મતલબ છે કે હોસ્પિટલમમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ એક મોટી સંખ્યામાં હળવા લક્ષ્ણો વાળાને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર નથી. સરકારી સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર 168 રોગીઓને ઓક્સિજન સપોર્ટની જરુર છે અને 14 વેન્ટિલેટર પર છે.

આઈએમએના પૂર્વ અધ્યક્ષ ડો. જેએ જયલાલે કહ્યું કે બિલકુલ અન્ય દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ દર્દીમાં હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે. લોકોને સતર્ક રહેવા અને કોવિડ ઉપયુક્ત વ્યવહારના પાલનની જરુર છે. તેમણે કહ્યું કે વૈશ્વિક ટ્રેંડ એ છે કે રસી લેનારા લોકોમાં હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા તે લોકોથી ઓછી છે જેમણે રસી નથી લીધી. એટલા માટે આપણે બેદરકારી ન વર્તવી જોઈએ ને રસી લેવી જોઈએ.

Next Story