Connect Gujarat
દેશ

દિલ્હી : લોકસભામાં લાગ્યાં "ખેલા હોબે"ના નારા, પેગાસસ મુદ્દે કાર્યવાહી સ્થગિત

દિલ્હી : લોકસભામાં લાગ્યાં ખેલા હોબેના નારા, પેગાસસ મુદ્દે કાર્યવાહી સ્થગિત
X

લોકસભામાં ચાલી રહેલાં ચોમાસુ સત્ર દરમિયાન ખેલા હોબેના નારા લાગ્યાં હતાં. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેલા હોબેનો નારો આપ્યો હતો અને આ નારો લોકોમાં આર્કષણ જમાવવામાં સફળ રહયો છે.

લોકસભા તથા રાજયસભામાં શાસક અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ યથાવત રહયો છે. પેગાસસ જાસૂસી, મોંઘવારીએ અને કૃષિ કાયદા મુદ્દે સંસદમાં હોબાળો યથાવત રહ્યો છે. આ દરમિયાન સમાન વિચારસરણીવાળી 14 પાર્ટીના સાંસદોએ એક બેઠક કરી હતી અને સરકારને ઘેરવાની યોજના બનાવી હતી. આ બેઠક બાદ કોંગ્રેસના નેતા અને વાયનાડના સંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પેગાસસ જાસૂસી કેસ, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દા પર અમે કોઈ સમજૂતી કરીશું નહીં. અમે સંસદમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર વિપક્ષને એવું કહીને બદનામ કરી રહી છે કે અમે સંસદની કાર્યવાહી ચાલવા નથી દેતા. અમે જનતા, ખેડૂતો અને દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ.

કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કડગમ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, આમ આદમી પાર્ટી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, કેરળ કોંગ્રેસ (એમ), વિદુથાલાઇ ચિરુથૈગલ કચ્ચી, એસએસ પાર્ટીના સાંસદો બેઠકમાં સામેલ થયાં હતાં. બીજી તરફ આજે લોકસભામાં ખેલા હોબેના નારા લાગ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણી દરમિયાન ખેલા હોબેનો નારો ખુબ પ્રચલિત થયો હતો અને ટીએમસીને ભવ્ય જીત અપાવવામાં આ નારાએ મહત્વની ભુમિકા ભજવી હતી.

Next Story