Connect Gujarat
દેશ

દિલ્હી: લોકસભા અનિશ્વિત કાળ સુધી સ્થગિત, ચોમાસુ સત્રના છેલ્લા અઠવાડીયા સુધી માત્ર 22% જેટલું જ કામ થયું

દિલ્હી: લોકસભા અનિશ્વિત કાળ સુધી સ્થગિત, ચોમાસુ સત્રના છેલ્લા અઠવાડીયા સુધી માત્ર 22% જેટલું જ કામ થયું
X

ચોમાસું સત્રનો છેલ્લો સમયગાળો એટલે કે છેલ્લું અઠવાડિયુ ચાલી રહ્યું છે. લોકસભામાં મંગળવારે રાજ્યોને ઓબીસી લિસ્ટિંગ કરવાના અધિકાર આપવા માટેનું બિલ કોઈ પણ વિરોધ વિના પસાર થઈ ગયું હતુ. હવે આ બિલ રાજ્યસભામાં પસાર થવા જય રહ્યું છે. અને કદાચ રાજ્યસભામાંથી પણ આ બિલ કોઈપણ વિરોધ વિના પસાર થઈ જશે એવું માનવમાં આવી રહ્યું છે.

પરંતુ આ સિવાય સરકારને પેગાસસ, ખેતીના સુધારા, પેટ્રોલ-ડિઝલના ભાવ જેવા વિવિધ મુદ્દે વિપક્ષ દ્વારા ઘેરવામાં આવી રહી છે. લોકસભા આજે અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી હતી. સત્રના સમાપન સમયે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે લોકસભામાં અપેક્ષા અનુસાર કાર્યવાહી ચોમાસું સત્ર દરમ્યાન નથી થઈ શકી. માત્ર 22% સમય ઉત્પાદક રહ્યો હતો જ્યારે બાકીનો સમય તો હોબાળાના કારણે વેડફાઇ ગયો હતો.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે 127 મો બંધારણીય સુધારો ગણતાં કુલ 20 બિલ પસાર કરવામાં આવ્યા હતા.66 તારાંકિત પ્રશ્નોના જવબ આપવામાં આવ્યા હતા. અને સદનના નિયમ 377 આધારિત સદસ્યોએ 337 પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્પીકરની કસ્ટમરી મિટિંગમાં પ્રધાનમંત્રી મોદી, સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ગઈ કાલે હોબાળા બાદ સદ્દનની પવિત્રતા નાશ પામી હતી. અમુક સદસ્યો ટેબલ પર ચડી ગયા હતા જે અયોગ્ય હતું. આ સાથે આ તમામ હોબાળો મચાવનાર સાંસદો સામે નાયડુ એક્શન લે તેવી સંભાવના છે.

Next Story