Connect Gujarat
દેશ

દિલ્હી : ડેન્માર્કના PM મેટ્ટે ફ્રેડરિક સન રાષ્ટ્રપતિ ભવન પહોચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત

ડેન્માર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક સન 3 દિવસ ભારત પ્રવાસે આવ્યા છે. આજે સવારે વડાપ્રધાન મોદીએ તેઓનું સ્વાગત કર્યું

દિલ્હી : ડેન્માર્કના PM મેટ્ટે ફ્રેડરિક સન રાષ્ટ્રપતિ ભવન પહોચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત
X

ડેન્માર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક સન 3 દિવસ ભારત પ્રવાસે આવ્યા છે. આજે સવારે વડાપ્રધાન મોદીએ તેઓનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ વાતચીત કરશે. આ સાથે જ તેમણે બન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધ પર ભાર મુક્યો હતો.

દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ડેન્માર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક સન પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે ભારતને એક નજીકના ભાગીદાર સમજીએ છીએ. તેઓ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે આ મુલાકાતને ખૂબ મહત્વની અને માઈલ સ્ટોન સમાન સમજે છે. પ્રધાનમંત્રી સાથે વાતચીત અને કેટલાક મુદ્દે કરારનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષે મે અને પ્રધાનમંત્રી મોદીએ ગ્રીન એનર્જી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના પેપર્સ સાઇન કર્યા હતા. અમે ભારતને એક નજીકના ભાગીદાર સમજીએ છીએ અને સરકારની ઉત્સુકતા જોઈ શકીએ છીએ. ત્યારબાદ તેઓ રાજઘાટ પહોચી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Next Story