Connect Gujarat
દેશ

દિલ્હી: કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યું રાજીનામું,ઉપરાષ્ટ્રપતિ પદના બની શકે છે ઉમેદવાર

આ અગાઉ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએ નકવીના કાર્યકાળની પ્રશંસા કરી હતી. તેમને રાજીનામાથી એવી શક્યતા વહેતી થઈ છે

દિલ્હી: કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યું રાજીનામું,ઉપરાષ્ટ્રપતિ પદના બની શકે છે ઉમેદવાર
X

કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમનો રાજ્યસભામાં કાર્યકાળ આવતીકાલે પૂરો થવા જઈ રહ્યો છે.

આ અગાઉ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએ નકવીના કાર્યકાળની પ્રશંસા કરી હતી. તેમને રાજીનામાથી એવી શક્યતા વહેતી થઈ છે કે તેઓ પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે તાજેતરમાં રાજ્યસભા ચૂંટણીમાં નકવીને ઉમેદવાર બનાવ્યા ન હતા, ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે પક્ષ તેમને કોઈ મોટી ભૂમિકામાં રજૂ કરવા ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. નકવી અત્યારે કેન્દ્ર સરકારમાં પ્રધાન રહ્યા છે, આ ઉપરાંત રાજ્યસભામાં ભાજપ સંસદીય પક્ષના ઉપનેતા પણ હતા.

મુખ્તાર અબ્બાસ નકવી ઉપરાંત જનતા દળ યુનાઈટેડના ક્વોટાથી કેન્દ્ર સરકારમાં મંત્રી આરસીપી સિંહે પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ છે.JDUએ તેમને રાજ્યસભામાં વધુ કાર્યકાળ આપ્યો નથી.આરસીપી સિંહનો રાજ્યસભા સાંસદ તરીકે ગુરુવારે અંતિમ દિવસ છે.

Next Story