Connect Gujarat
દેશ

ખોટા ટ્વિટથી દિગ્વિજય સિંહ ફસાયા, કેસ નોંધાયો; શિવરાજસિંહ ચૌહાણે કર્યા આક્ષેપો

ખોટા ટ્વિટથી દિગ્વિજય સિંહ ફસાયા, કેસ નોંધાયો; શિવરાજસિંહ ચૌહાણે કર્યા આક્ષેપો
X

ભોપાલ ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ વિરુદ્ધ ધાર્મિક ઉન્માદ ફેલાવવા બદલ કેસ નોંધ્યો છે. જણાવી દઈએ કે રામનવમીના શોભાયાત્રા પર મધ્યપ્રદેશના ખરગોન અને બરવાની જિલ્લાના સેંધવામાં પથ્થરમારાની ઘટનાઓ બની હતી. ખરગોનમાં વધી રહેલા તણાવને કારણે કર્ફ્યુ લગાવવો પડ્યો હતો.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે એક ફોટો ટ્વીટ કર્યો હતો જેમાં એક યુવક ધાર્મિક સ્થળ પર ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળી રહ્યો છે. આ ટ્વીટ પરની ટિપ્પણીને કારણે વાતાવરણ સાંપ્રદાયિક રંગ લેવા લાગ્યું. આ પછી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું કે દિગ્વિજય સિંહ ઉન્માદ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે જે ફોટો વાપર્યો છે તે મધ્યપ્રદેશનો નથી. આ પછી દિગ્વિજયે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું. આ બાબતને લઈને ભાજપના કાર્યકરો ભોપાલ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યા અને પ્રદર્શન કર્યું. આ પછી પોલીસે ચિત્તોડ કોમ્પ્લેક્સના રહેવાસી પ્રકાશ માંડેની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કરે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ભોપાલના વિધાનસભ્ય રામેશ્વર શર્મા અને નેતાઓ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અંગે ફરિયાદ કરી. ધારાસભ્ય રામેશ્વર શર્માએ ટ્વીટ કરીને લખ્યું કે સીએમ શિવરાજ સિંહ ચૌહાણને વિનંતી છે કે ધાર્મિક લાગણીઓ ભડકાવવાનું, રમખાણો અને સમુદાયોમાં દુશ્મનાવટ વધારવાનું કામ દિગ્વિજય સિંહ કરી રહ્યા છે, જેથી રાજ્યને રમખાણોમાં ધકેલી શકાય. તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

Next Story