Connect Gujarat
દેશ

ડ્રગ્સ પાર્ટી કેસ: આર્યન ખાન સહિત8 આરોપીઓ હજુ 3 દિવસ કસ્ટડીમાં જ રહેશે

ડ્રગ્સ પાર્ટી કેસ: આર્યન ખાન સહિત8 આરોપીઓ હજુ 3 દિવસ કસ્ટડીમાં જ રહેશે
X

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો હતો . વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આર્યનની આજે કસ્ટડી પણ પૂરી થઈ હતી.NCBએ કોર્ટમાં આર્યન ખાનની એક અઠવાડિયા સુધીની કસ્ટડી માગી હતી અને કોર્ટે આર્યન સહિત આઠેય આરોપીના 7 ઓક્ટોબર સુધી કસ્ટડી આપી છે. એટલે કે આર્યન સહિત 8 આરોપીઓ હજી ત્રણ દિવસ જેલમાં જ પસાર કરશે.'આજ તક'ના અહેવાલ પ્રમાણે, NCBએ રિમાન્ડમાં કહ્યું છે કે આર્યનના ફોનમાં આપત્તિજનક તસવીરો મળી છે.

આર્યનના ફોનમાંથી પિક્ચર્સ ચેટ તરીકે અનેક લિંક્સ મળી છે. આ ઇન્ટરનેસનલ ડ્રગ્સ ટ્રાફિકિંગ તરફ ઈશારો કરે છે.NCBએ કહ્યું હતું, 'ચેટ્સમાં અનેક કોડ નેમ જોવા મળ્યા છે અને તે અંગે કસ્ટડીની જરૂર છે. લિંક તથા નેકસ્સને ઉજાગર કરવા માટે રિમાન્ડ જરૂરી છે. ડ્રગ્સ પેડલર્સ સાથેની વ્હોટ્સએપ ચેટ છે. આ કેસમાં હજી દરોડા ચાલુ છે.'

Next Story