Connect Gujarat
દેશ

"ઇ-લોકાર્પણ" : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રેલ્વેની પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કરાશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતમાં રેલ્વેની ઘણી પ્રમુખ પરિયોજનાના ઉદ્ધાટન સાથે અન્ય પરિયોજના પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

ઇ-લોકાર્પણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રેલ્વેની પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કરાશે
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતમાં રેલ્વેની ઘણી પ્રમુખ પરિયોજનાના ઉદ્ધાટન સાથે અન્ય પરિયોજના પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સાયન્સ સિટીમાં એક્વિટિક્સ અને રોબોટ્કિસ ગેલેરી, નેચર પાર્કનું પણ ઉદ્ધાટન કરવા જઇ રહ્યા છે, ત્યારે રેલ્વેની આ પરિવારજનોમાં નવી રીતે પુનઃ વિકસિત ગાંધીનગર રેલ્વે સ્ટેશન, અને વિદ્યુતીકૃત કરાયેલ મહેસાણા વેરઠા લાઈન અને નવ વિદ્યુતીકૃત કરવામાં આવેલ સુરેન્દ્રનગર-પિપાવાવ કંડનો પણ સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર રાજધાની-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એમઈએમયુ સેવા ટ્રેનોને પણ લીલી ઝંડી આપીને રવાના કરશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રૂપિયા 71 કરોડના ખર્ચે અપગ્રેડ થયેલ ગાંધીનગરના નવા રેલ્વે સ્ટેશન ગાંધીનગર કેપિટલનું પણ ઉદ્ધાટન કરશે. આ રેલ્વે સ્ટેશનમાં ટિકિટ બુકિંગ કાઉંટર, રેંપ, લિફ્ટ, પાર્કિંગની સુવિધા સિવાય દિવ્યાંગો માટે અનુકુળ સ્ટેશન બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનમાં એક ફાઈવ સ્ટાર હોટલનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે. તો સાથે જ મહેસાણા-વેરઠા મીટરગેજ ટ્રેક બ્રોડગેજમાં ફેરવાયો છે. રૂપિયા 293 કરોડના ખર્ચે 55 કિલોમીટરના મહેસાણા વેરઠાને બ્રોડગેજમાં ફેરવવામાં આવ્યો છે. જેમાં કુલ 10 સ્ટેશન વિસનગર, વડનગર, ખેરાલુ અને વેરઠા મળી 4 નવા રેલ્વે સ્ટેશનની ઈમારત પણ બનાવવામાં આવી છે. આ સેક્શન પર એક પ્રમુખ સ્ટેશન વડનગર છે, જ્યાં વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ વિકસિત કરવામાં આવ્યા છે. તો સાથે જ રૂપિયા 289 કરોડના ખર્ચે સુરેંદ્રનગર-પીપાવાવ સેક્શન સેક્શન તૈયાર કરવામાં આવ્યું છે. આ પરિયોજના પાલનપુર, અમદાવાદ અને દેશને અન્ય ભાગોને પીપાવાવ બંદરને કોઈપણ અડચણ વગર માલ પહોંચાવડામાં મદદ કરશે. આ સિવાય સાયન્સ સિટીમાં ત્યારે એક્વેટિક્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું પણ પીએમ મોદી ઉદ્ધાટન કરશે.

Next Story