Connect Gujarat
દેશ

લદ્દાખમાં 4.6ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા

ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 18 કિમી અંદર.

લદ્દાખમાં 4.6ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા
X

લદ્દાખ ખાતે સોમવારની વહેલી સવારે લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. જોકે, સદનસીબે ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ પ્રમાણે, લદ્દાખની રાજધાની લેહ ખાતે વહેલી સવારે 6:10 કલાકે લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 રહી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 18 કિમી અંદર હતું. જોકે, અગાઉ પણ ગત તા. 21 અને 22 મેના રોજ લદ્દાખમાં લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગત તા. 22 મેના રોજ કારગિલ પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે 21 મેના રોજ લદ્દાખમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, સોમવારની વહેલી સવારે આવેલ ભૂકંપના કારણે સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી.

Next Story