Connect Gujarat
દેશ

પાંચ રાજયોની ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખથી યોજાશે ચૂંટણી

5 રાજયોમાં ચુંટણીની તારીખોની આતુરતાપુર્વક રાહ જોવામાં આવતી હતી. આજે શનિવારે ચુંટણીપંચે પાંચેય રાજયોની ચુંટણીની તારીખો જાહેર કરી દીધી છે.

પાંચ રાજયોની ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખથી યોજાશે ચૂંટણી
X

દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશ સહીત પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. પાંચેય રાજયોમાં કુલ સાત તબકકાઓમાં મતદાન કરાવવામાં આવશે. ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં એક જ તબકકામાં 14મી ફેબ્રુઆરીના રોજ મતદાન થશે જયારે મણીપુર અને ઉત્તરપ્રદેશમાં તબકકાવાર મતદાન કરાવાશે. ઉત્તરપ્રદેશ સહિત 5 રાજયોમાં ચુંટણીની તારીખોની આતુરતાપુર્વક રાહ જોવામાં આવતી હતી. આજે શનિવારે ચુંટણીપંચે પાંચેય રાજયોની ચુંટણીની તારીખો જાહેર કરી દીધી છે. યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થશે જયારે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14મી ફેબ્રુઆરીએ મતદાન થશે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ કુમાર ચંદ્રાએ જણાવ્યું કે 5 રાજ્યોમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે તેમણે કહ્યું કે યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું મતદાન શરુ થશે, 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કાનું મતદાન થશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ચૂંટણી કરાવવી પડકારજનક છે. તેમણે કહ્યું કે કોરોનાના ગાઈડલાઈન પ્રમાણે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. પાંચ રાજયોમાં કુલ 18.34 કરોડ મતદાતાઓ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. પાંચેય રાજયોમાં આજથી જ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે પાંચ રાજયોમાં ચુંટણી યોજાવાની છે તેમાં હાલ ગોવા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મણીપુરમાં ભાજપની સરકાર છે જયારે એક માત્ર પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. આમ પાંચ રાજયોની ચુંટણી સત્તા ટકાવી રાખવાના મુખ્ય લક્ષ્ય સાથે લડવામાં આવશે. તમામ રાજયોની મત ગણતરી તારીખ 10મી માર્ચના રોજ કરવામાં આવશે.

Next Story