Connect Gujarat
દેશ

કાશ્મીરના કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ, કુલગામમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નિસારનું મોત

કાશ્મીરના કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ, કુલગામમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર નિસારનું મોત
X

કાશ્મીર ઘાટીના અનંતનાગ અને કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જ્યારે અનંતનાગમાં ત્રણથી ચાર આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા ઘેરાયેલા હોવાની આશંકા છે, ત્યારે કુલગામમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના એક સ્થાનિક આતંકવાદીને ઠાર માર્યો છે. અહીં અન્ય આતંકવાદીઓની હાજરીની આશંકાને કારણે સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. સાવચેતીના પગલા તરીકે જિલ્લા વહીવટીતંત્રે અનંતનાગ જિલ્લામાં હાલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સિરહામા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી પર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. એન્કાઉન્ટર શરૂ થયા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીને આત્મસમર્પણ કરવાની તક આપી, પરંતુ જ્યારે તે રાજી ન થયો ત્યારે સુરક્ષા દળોએ થોડા સમય સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્યાં છુપાયેલા આતંકવાદીને ઠાર માર્યો. આતંકવાદીનો મૃતદેહ લીધા બાદ જ્યારે સુરક્ષા દળોએ તેની ઓળખ કરી તો તે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર નિસાર ડાર હતો. નિસારના મૃત્યુની પુષ્ટિ કરતા આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે તે અનેક હત્યાના કેસમાં વોન્ટેડ હતો. આતંકવાદી માર્યા ગયા બાદ સુરક્ષા દળોએ અહીં અન્ય આતંકવાદીઓની હાજરીની આશંકાથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના જ અનંતનાગ જિલ્લાના ચક્કસમદ વિસ્તારમાં ચાલી રહી છે. અહીં ત્રણથી ચાર આતંકવાદીઓની હાજરી હોવાની આશંકા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. અહીં સુરક્ષા દળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની ઘણી તકો પણ આપી હતી, પરંતુ આતંકવાદીઓ સતત સુરક્ષા દળો પર ગોળીબાર કરી રહ્યા છે.વહીવટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે અહીં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં સતત ગોળીબાર ચાલુ છે.

Next Story