Connect Gujarat
દેશ

કેન્દ્રીય મંત્રમંડળના વિસ્તરણ પહેલાં સંભવિત "મુરતિયા"ઓના નામો આવ્યાં સામે

કેન્દ્રીય મંત્રમંડળના વિસ્તરણ પહેલાં સંભવિત મુરતિયાઓના નામો આવ્યાં સામે
X

દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશ તથા અન્ય રાજયોમાં થનારી વિધાનસભાની ચુંટણીઓ પહેલાં મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઇ રહયું છે. આ વિસ્તરણને કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે ઉભા થયેલા સવાલોને લઇ મહત્વનું ગણવામાં આવી રહયું છે. પાર્ટીથી નારાજ સભ્યોને મંત્રીમંડળમાં સમાવી આગામી વિધાનસભાની ચુંટણીઓમાં પડનારી માઠી અસરને ખાળવાનો પ્રયાસ વિસ્તરણના માધ્યમથી કરવામાં આવી રહયો હોવાનું માનવામાં આવી રહયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગે કેબિનેટનું વિસ્તરણ કરવાના છે. હાલના મંત્રીઓ ઉપરાંત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 24 નામો ફાઇનલ કરી દેવામાં આવ્યાં છે અને આ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પણ પહોંચ્યાં છે. અમે તમને જણાવી રહયાં છે કે, નવા મંત્રીમંડળ માટે કયાં નામો લગભગ નકકી માનવામાં આવે છે.

જયોતિરાદિત્ય સિંધિંયા, સર્વાનંદ સોનેવાલ, પશુપતિ નાથ પારસ, નારાયણ રાણે, ભૂપેન્દ્ર યાદવ, અનુપ્રિયા પટેલ, કપિલ પાટિલ, મીનાક્ષી લેખી, રાહુલ કસાવા, અશ્વિની વૈષ્ણવ, શાંતનુ ઠાકુર, વિનોદ સોનકર, પંકજ ચૌધરી, આરસીપી સિંહ (JDU),દિલેશ્વર કામત (JDU),ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (JDU), રામનાથ ઠાકુર (JDU),રાજકુમાર રંજન, વી.એલ.વર્મા, અજય મિશ્રા, હિના ગાવિત,શોભા કરંદલાજે, અજય ભટ્ટ અને પ્રીતમ મુંડેનો સમાવેશ થવા જાય છે. વડાપ્રધાન મોદી તેમના મંત્રીમંડળમાં ઓછા સભ્યો રાખવાના આગ્રહી છે પણ આગામી વિધાનસભાઓની ચુંટણીઓને ધ્યાનમાં રાખી જાતિવાદી સમીકરણો બેસાડી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવી રહયું છે.

Next Story