Connect Gujarat
દેશ

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પર પરિવારજનોને મળશે વળતર, 1 એપ્રિલથી નિયમો લાગુ, વાંચો વધુ..

હિટ એન્ડ રન કેસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પર સ્વજનોને 8 ગણું વધુ વળતર મળશે.

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પર પરિવારજનોને મળશે વળતર, 1 એપ્રિલથી નિયમો લાગુ, વાંચો વધુ..
X

હિટ એન્ડ રન કેસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પર સ્વજનોને 8 ગણું વધુ વળતર મળશે. હિટ એન્ડ રન કેસમાં પીડિતાને નજીકના સંબંધીઓને આપવામાં આવતું વળતર 1 એપ્રિલથી આઠ ગણું વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી રહ્યું છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. આ મુજબ, આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વળતરની રકમ પણ 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.

મંત્રાલયે કહ્યું છે કે આ યોજનાનું નામ 'હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ, 2022ના પીડિતોને વળતર' હશે અને તે 1 એપ્રિલ, 2022 થી લાગુ થશે. એક પ્રકાશન અનુસાર, મંત્રાલયે કહ્યું છે કે 'હિટ એન્ડ રન' મોટર અકસ્માત ના પીડિતોને વળતર આપવા માટેની સૂચના 25 ફેબ્રુઆરી, 2022 ના રોજ જાહેર કરવામાં આવી છે, જેમાં વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.ગંભીર રીતે ઈજાગ્રસ્ત માટે આ રકમ હાલના 25,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા અને મૃત્યુના કિસ્સામાં 2,00,000 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ યોજના 1 એપ્રિલ, 2022 થી અમલમાં આવતા વળતર યોજના, 1989નું સ્થાન લેશે, મંત્રાલયે એક પ્રકાશનમાં જણાવ્યું હતું. વળતર માટે અરજી કરવાની અને પીડિતોને ચૂકવણીની છૂટ આપવાની પ્રક્રિયા માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, એમ રિલીઝમાં જણાવાયું છે.સરકાર મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ બનાવી, જેનો ઉપયોગ હિટ એન્ડ રન અકસ્માતના કિસ્સામાં વળતર અને અકસ્માત પીડિતોની સારવાર માટે કરવામાં આવશે. ગયા વર્ષે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી એ રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2019માં રાષ્ટ્રીય રાજધાનીમાં 'હિટ એન્ડ રન' અકસ્માતોમાં 536 લોકો માર્યા ગયા હતા અને 1,655 લોકો ઘાયલ થયા હતા. તાજેતરના સરકારી ડેટા અનુસાર, 2020 દરમિયાન ભારતમાં કુલ 3,66,138 માર્ગ અકસ્માતો થયા હતા, જેના પરિણામે 1,31,714 લોકોના મોત થયા હતા.

Next Story