Connect Gujarat
દેશ

પંજાબમાં મતદાનના દિવસે બહેન માટે પ્રચાર કરવાના આરોપમાં સોનુ સૂદ વિરુદ્ધ 'FIR'

પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન, સોનુ સૂદ મતદાન મથક પર જોવા મળતાં પંજાબ પોલીસે તેની કાર જપ્ત કરી લીધી હતી.

પંજાબમાં મતદાનના દિવસે બહેન માટે પ્રચાર કરવાના આરોપમાં સોનુ સૂદ વિરુદ્ધ FIR
X

પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન, સોનુ સૂદ મતદાન મથક પર જોવા મળતાં પંજાબ પોલીસે તેની કાર જપ્ત કરી લીધી હતી. ત્યારબાદ, પોલીસને માહિતી મળ્યા બાદ અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી કે સોનુ સૂદ કથિત રીતે મોગાના લાંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો. સોનુ વિરુદ્ધ મોગા સિટી પોલીસ સ્ટેશનમાં કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સોનુ હાલ દક્ષિણ આફ્રિકામાં છે અને ત્યાં એક રિયાલિટી ટીવી શોનું શૂટિંગ કરી રહ્યો છે. અભિનેતાની બહેન માલવિકા સૂદ સચ્ચર મોગાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી હતી. મતદાનના દિવસે સોનુની કાર જપ્ત કરવામાં આવી હતી અને અભિનેતાને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે સોનુને મતદારોને કથિત રીતે પ્રભાવિત કરી રહ્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ મોગામાં મતદાન મથક પર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, સોનુએ કહ્યું હતું કે તે માત્ર મતદાન મથક પર નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સોનુએ કહ્યું હતું કે, "અમને વિપક્ષ તરફથી ઘણા ધમકીભર્યા ફોન આવ્યા હતા. ઘણા બૂથમાં પૈસાની વહેંચણી પણ થઈ રહી હતી. આ જ કારણ છે કે અમે ચૂંટણી યોગ્ય રીતે થઈ છે કે નહીં તે તપાસવા ગયા હતા. એટલા માટે અમે ત્યાં ગયા. હવે આ મામલે સોનુનું શું થશે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે. ઉપરાંત, ચાહકો આ ફરિયાદ પર સોનુની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

Next Story