Connect Gujarat
દેશ

દિલ્હીમાં મળ્યો મંકીપોક્સનો પહેલો દર્દી, મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં દાખલ

દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દિલ્હીમાં પહેલો દર્દી મળી આવ્યો છે.

દિલ્હીમાં મળ્યો મંકીપોક્સનો પહેલો દર્દી, મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં દાખલ
X

દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દિલ્હીમાં પહેલો દર્દી મળી આવ્યો છે. આ દર્દી મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં દાખલ છે.

ટ્રાવેલ હિસ્ટ્રી વગરના 31 વર્ષીય વ્યક્તિને તાવ અને ચામડીના જખમ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ રોગનો આ ચોથો કેસ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ વ્યક્તિ તાજેતરમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં એક પાર્ટીમાં ગયો હતો.

પશ્ચિમ દિલ્હીના રહેવાસી આ વ્યક્તિને લગભગ ત્રણ દિવસ પહેલા મંકીપોક્સના લક્ષણો દેખાતા તેને અહીંની મૌલાના આઝાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના નમૂનાઓ શનિવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV) પુણેમાં મોકલવામાં આવ્યા હતા, પરીક્ષણ બાદ સેમ્પલ પોઝીટીવ મળ્યા હતા. દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ 14 જુલાઈએ દક્ષિણ કેરળના કોલ્લમ જિલ્લામાં નોંધાયો હતો. બીજો કેસ 18 જુલાઈએ અને ત્રીજો કેસ 22 જુલાઈએ કેરળમાં જ નોંધાયો હતો. ત્રણેય શખ્સો વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યા હતા. તાજેતરમાં, કેરળ સરકારે મંકીપોક્સના વધતા કેસોને ધ્યાનમાં રાખીને એસઓપી જારી કરી હતી. આ મુજબ, જો નજીકના સંપર્કમાં રહેલા વ્યક્તિને તાવ આવે છે, તો તેને અલગ પાડવો જોઈએ અને જો તેના શરીર પર લાલ ફોલ્લીઓ દેખાય છે, તો તેના નમૂનાઓ મંકીપોક્સ ટેસ્ટ માટે મોકલવા જોઈએ.

Next Story