Connect Gujarat
દેશ

બિહારના બાંકામાં સિલિન્ડર વિસ્ફોટમાં પાંચ બાળકોના મોત, રસોઈ બનાવટી વખતે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ

ગેસ પાઇપ લીક થવાને કારણે આગ લાગી ઘરમાં રમતા પાંચ બાળકોના કરૂણ મોત નિપજ્યા

બિહારના બાંકામાં સિલિન્ડર વિસ્ફોટમાં પાંચ બાળકોના મોત, રસોઈ બનાવટી વખતે ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
X

બિહારના રાજાવાર ગામના રહેવાસી અશોક પાસવાનના ઘરે તેમની પત્ની સરિતા દેવી ભોજન બનાવી રહી હતી. તે દરમિયાન ગેસ પાઇપ લીક થવાને કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ સિલિન્ડર ફાટ્યો હતો. જેના કારણે ઘરમાં રમતા પાંચ બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.તમને જણાવી દઈએ કે મૃત બાળકોના પિતા અશોક પાસવાન માછલી વેચતા હતા.

આ દુર્ઘટનામાં તેમના ચાર બાળકો અને એક ભત્રીજી પણ મૃત્યુ પામ્યા હતા.ઘટના બાદ પરિવારજનોની હાલત કફોડી છે. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ વિસ્તારના લોકોએ તેના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફોર્સ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા સ્થાનિક લોકોની મદદથી લગભગ દોઢ કલાકની જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. બીજી બાજુ આ સમગ્ર બનાવના પગલે જિલ્લાના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની પૂછપરછ કરી

Next Story