Connect Gujarat

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કાશ્મીરની મુલાકાતે, શ્રીનગરમાં કાર્યાલયનું કર્યું ઉદઘાટન

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજયની મુલાકાતે પહોંચ્યાં હતાં

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કાશ્મીરની મુલાકાતે, શ્રીનગરમાં કાર્યાલયનું કર્યું ઉદઘાટન
X

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજયની મુલાકાતે પહોંચ્યાં હતાં. રાહુલ ગાંધીએ ખીર ભવાની મંદિરમાં પુજા અર્ચના કરી હતી જયારે શ્રીનગરમાં હઝરતબલ મસ્જિદની પણ તેમણે મુલાકાત લીધી હતી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેમણે મંગળવારે શ્રીનગરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની સાથે જ અહીં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગ કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ શાંતિ અને પ્રેમ ઈચ્છે છે. કોંગ્રેસ અને બીજા પક્ષમાં એ તફાવત છે કે અમે હિંસામાં ભરોસો કરતા નથી. કોંગ્રેસ શાંતિ અને પ્રેમ ઈચ્છે છે. આ પહેલા રાહુલે ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા ગામમાં સ્થિત ખીર ભવાની મંદિરમાં પુજા કરી હતી. રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું અને આ ઉપરાંત તેમણે હઝરત બલ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આ પ્રથમ મુલાકાત છે.

Next Story
Share it