Connect Gujarat
દેશ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવપટેલના પિતાનું નિધન, ક્રિકેટરે સોશિયલ મીડિયા કરી પોસ્ટ

પાર્થીવ પટેલના પિતાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આ મામલે પાર્થિવ પટેલ દ્વારાજ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવપટેલના પિતાનું નિધન, ક્રિકેટરે સોશિયલ મીડિયા કરી પોસ્ટ
X

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને વિકેટકિપર પાર્થીવ પટેલના પિતાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આ મામલે પાર્થિવ પટેલ દ્વારાજ ટ્વીટર પર ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. ટ્વીટર પર ટ્વીટ કરીને તેણે જણાવ્યું કે મારા પિતા બિપિનચંદ્ર પટેલનું આજે વહેલી સવારે નિધન થયું છે. પાર્થીવ પટેલે તેના ફેન્સને તેના પિતા માટે પાર્થના કરવના કહ્યું. આપને જણાવી દીએ કે 2019માં પાર્થિવ પટેલ જ્યારે બેંગલોરની ટીમમાં હતો ત્યારે પણ તેના પિતાની તબીયત અચાનક બગડી હતી. તે સમયે તેના પિતા બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. જેના કારણે તેમને ICUમાં દાખલ કરવા પડ્યા હતા. તે સમયે પાર્થીવ પટેલે એવું કહ્યું હતું કે હું એજ પ્રાર્થના કરતો હતો કે કોઈ ખરાબ સમાચાર મને ન મળે. તેણે આઈપીએલ શરૂ થતા પહેલાજ તેના પિતાની તબીયત વીશે માહિતી આપી હતી. જેમા સોશિયલ મીડિયા દ્વારા તેણે લોકોને માહિતગાર કર્યા હતા. આપને જણાવી દઈએ કે લાંબા સમયથી તકેના પિતા હોસ્પિટલમાં દાખલ હતા અને આજે તેમનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે પાર્થિવ પટેલના પિતાના નિધનને કારણે તેના ફેન્સ પણ શોકમાં છે અને તેઓ પણ સોશિયલ મીડિયા પર તેને સાંત્વના આપી રહ્યા છે. બીજી તરફ પીતાના નિધનને કારણે પાર્થિવ પટેલને પણ ઘણો શોકમાં છે.

Next Story