Connect Gujarat
દેશ

શિયા સેન્ટ્રલ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીની અંતિમ ઈચ્છા, દફનાવાતા નહિ અંતિમ સંસ્કાર કરજો..

સીમ રિઝવી એ જાહેરાત કરી છે કે, તેમના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. આ માટે તેમણે વસીયત પણ બનાવી છે.

શિયા સેન્ટ્રલ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીની અંતિમ ઈચ્છા, દફનાવાતા નહિ અંતિમ સંસ્કાર કરજો..
X

શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન વસીમ રિઝવી એ જાહેરાત કરી છે કે, તેમના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. આ માટે તેમણે વસીયત પણ બનાવી છે. તેમણે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના મૃત્યુ પછી તેમનો મૃતદેહ હિન્દુ મિત્રોને સોંપવો જોઈએ અને તેમના અંતિમ સંસ્કાર કરવા જોઈએ. તેમણે દાસ મંદિરના મહંત નરસિંહ નંદ સરસ્વતી પોતાની ચિતાને આગ લગાડવા જણાવ્યું હતું.

રિઝવીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, મુસ્લિમ તેને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. વસીમ રિઝવીએ પોતાના વીડિયોમાં કહ્યું છે કે, 'ભારત અને ભારતની બહાર મારી હત્યા કરી ગરદન કાપવાનું ષડયંત્ર છે. મારુ પાપ એટલું જ કે, મેં સુપ્રીમ કોર્ટમાં 26 શ્લોકને પડકાર્યા હતા, જે માનવતા પ્રત્યે નફરત ફેલાવે છે. હવે મુસ્લિમ મને મારવા માગે છે અને તેમણે જાહેરાત કરી છે કે મુસ્લિમો મને કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપે વસીમ રિઝવી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં કુરાનમાંથી 26 આયાત દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ રિઝવી મુસ્લિમ સંગઠન અને મુસ્લિમ સમુદાયનું નિશાન બની રહ્યું છે. મુસ્લિમ સંગઠનો પણ તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, મુસ્લિમ સંગઠનોનું પણ કહેવું છે કે, રિઝવીને ઇસ્લામ અને શિયા સમુદાય સાથે કોઈ લેવાદેવા નથી. મુસ્લિમ સંગઠનો રિઝવીને ઉગ્રવાદી અને મુસ્લિમ વિરોધી સંગઠનોનો એજન્ટ કહે છે.

Next Story