Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે થયું નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીએ કલ્યાણ સિંહનું અવસાન થતા દુખ વ્યક્ત કર્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે થયું નિધન
X

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. સંજય ગાંધી પીજીઆઈની ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં 4 જુલાઈએ તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી માંદગી અને શરીરના ઘણા ભાગોમાં ક્રમશ નિષ્ક્રિયતાને કારણે તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીએ કલ્યાણ સિંહનું અવસાન થતા દુખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

કલ્યાણ સિંહની રાજકીય સફર

કલ્યાણ સિંહનો જન્મ 5 જાન્યુઆરી 1932 ના રોજ થયો હતો.

1991 માં પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા.

કલ્યાણ સિંહ બીજી વખત 1997-99 માટે બીજી વખત મુખ્યમંત્રી બન્યા.

કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના રાજકારણમાં હિન્દુત્વનો ચહેરો હતા.

બાબરી મસ્જિદ તોડવાની ઘટના 6 ડિસેમ્બર 1992 ના રોજ તેમના મુખ્યમંત્રીપદ દરમિયાન બની હતી. ઘટના બાદ રાજીનામું આપવું પડ્યું.

2009 માં સમાજવાદી પાર્ટીમાં જોડાયા.

26 ઓગસ્ટ 2014 ના રોજ તેઓ રાજસ્થાનના રાજ્યપાલ બન્યા.

1999 માં ભાજપ છોડી, 2004 માં ફરી ભાજપમાં જોડાયા.

2004 માં બુલંદશહેરથી ભાજપના સાંસદ બન્યા. 2009 માં, એટાથી અપક્ષ સાંસદ બન્યા.

2010 માં કલ્યાણ સિંહે પોતાની પાર્ટી જન ક્રાંતિ પાર્ટી બનાવી.

કલ્યાણ સિંહ, જે ઉત્તરપ્રદેશની અતરૌલી વિધાનસભાથી અનેક વખત ધારાસભ્ય હતા



Next Story