Connect Gujarat
દેશ

ભારતના ટોચના 10 સૌથી અમીર વ્યક્તિની સંપત્તિ પૈકી 60 % સંપત્તિ ચાર ગુજરાતી પાસે

વિશ્વમાં નબળી ગ્લોબલ ઈકોનોમી વચ્ચે પણ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

ભારતના ટોચના 10 સૌથી અમીર વ્યક્તિની સંપત્તિ પૈકી 60 % સંપત્તિ ચાર ગુજરાતી પાસે
X

વિશ્વમાં નબળી ગ્લોબલ ઈકોનોમી વચ્ચે પણ ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે જાહેર થયેલા હુરુન M3M ગ્લોબલ રીચ લિસ્ટ મુજબ પાંચ વર્ષ પહેલા 2017 માં ભારતમાં 100 અબજોપતિ હતા. તેની સામે 2022માં આ સંખ્યા વધીને 215 પર પહોંચી છે. ભારતના ટોચના 10 સૌથી અમીર વ્યક્તિઓ પાસે 361 અબજ ડોલર જેટલી સંપત્તિ છે. આમાંથી 60%થી વધુની સંપત્તિ આ લિસ્ટમાં સામેલ ચાર ગુજરાતીઓ પાસે છે.આ ચાર ગુજરાતીઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, દિલીપ સંઘવી અને ઉદય કોટક છે.જેમની પાસે કુલ 218 અબજ ડોલર (અંદાજે રૂ. 16.60 લાખ કરોડ)ની સંપત્તિ છે.

લિસ્ટ મુજબ ભારતના ધનપતિઓ માં પહેલા અને બીજા સ્થાને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી છે.ભારતના ટોપ-10 બિલિયોનર લિસ્ટમાં આવતા ચાર ગુજરાતી ઉદ્યોગપતિઓની સંપત્તિમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 100%થી લઈને 1830%નો વધારો થયો છે. દસ વર્ષમાં ગૌતમ અદાણીની વેલ્થ સૌથી વધુ 1830% જેટલી વધી છે. જ્યારે દિલીપ સંઘવીની વેલ્થ બમણી થઈ છે. તેવી જ રીતે 2021 ની સરખામણીએ આ ચારેય ધનકૂબેરોની વેલ્થમાં 7-153%નો વધારો થયો છે.હુરિન ઈન્ડિયા ગ્લોબલ રીચ લિસ્ટમાં સામેલ ગૌતમ અદાણી સહિત 12 ઉદ્યોગપતિઓ એવા છે જેઓ ગુજરાતમાંથી બિઝનેસ કરી રહ્યા છે. આ લોકો પાસે 1 અબજ ડોલર કરતાં વધુની નેટવર્થ છે. આમાં ઝાયડસ ગ્રૂપના પંકજ પટેલ, નિરમાના કરશન પટેલ અને ટોરેન્ટ ગ્રૂપના સુધીર અને સમીર મહેતા પણ સામેલ છે. આ સિવાય ઈન્ટાસ ગ્રૂપના ચુડગર ફેમિલી, એસ્ટ્રાલ પોલીના સંદીપ એન્જિનિયર અને કેડીલા ગ્રુપના રાજીવ મોદી પણ આ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.

Next Story