Connect Gujarat
દેશ

ગોવા વિધાનસભા ચૂંટણી: ચૂંટણી જીત્યા બાદ પાર્ટી બદલનારા નેતાઓ વિરુદ્ધ FIR નોંધી શકશો, કેજરીવાલે કરી જાહેરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષપલ્ટો કરતા નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે

ગોવા વિધાનસભા ચૂંટણી: ચૂંટણી જીત્યા બાદ પાર્ટી બદલનારા નેતાઓ વિરુદ્ધ FIR નોંધી શકશો, કેજરીવાલે કરી જાહેરાત
X

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષપલ્ટો કરતા નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચૂંટણીવાળું રાજ્ય ગોવામાં શપથ પત્ર પર સહી કરી છે, જેમાં કહેવાયું છે કે ચૂંટણી જીત્યા બાદ પાર્ટી બદલનારા નેતાઓ વિરુદ્ધ FIR કરવામાં આવશે. ગોવામાં 14 ફેબ્રુઆરી મતદાન થવાનું છે. ભારતીય ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર અહીં 10 માર્ચે પરિણામ જાહેર થશે.

ગોવામાં બુધવારે કેજરીવાલે ચૂંટણી જીત્યા બાદ પાર્ટી બદલવી તેને છેતરપીંડી ગણાવી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ પાર્ટીમાંથી નેતા ચૂંટણી લડે છે અને પછી જીત્યા બાદ પાર્ટી બદલી નાખે તો, તે મતદારો સાથે છેતરપીંડી છે. એટલા માટે આજે અમે એક શપથપત્ર ભરાવીએ છીએ, જેમાં કહેવાયુ છે કે, અમે જીત્યા બાદ કોઈ પણ પાર્ટીમાં જોડાશું નહીં.સાથે જ તેમણે કહ્યું કે, આ શપથપત્રની કોપી જનતાને પણ મળશે. દિલ્હીના સીએમે કહ્યું કે, આ શપથપત્રની કોપી જનતા સુધી પહોંચી જશે. તેમાં એવું પણ લખ્યું છે કે, જો જીત્યા બાદ કામ ન કરે અને પાર્ટી બદલી નાખે તો તેના પર FIR કરી શકાશે. ખાસ વાત એ છે કે, 2017માં પંજાબમાં મજબૂત હાજરી નોંધાવી ચુકેલી આપ પાર્ટી તટિય રાજ્ય ગોવામાં રાજકીય જમીન તૈયાર કરી રહી છે.

Next Story