Connect Gujarat
દેશ

યુપીના બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 18થી વધુ લોકોના મોત

યુપીના બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 18થી વધુ લોકોના મોત
X

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં મોટો રોડ અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં 19 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 25થી વધુ લોકોને ઇજા પહોચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગત મંગળવારની મોડી રાત્રે લખનઉ-અયોધ્યા નેશનલ હાઈવે-28 પર કલ્યાણી નદીના પુલ નજીક રસ્તાના કિનારે ઉભી રહેલ બસને પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી હતી. બસ રસ્તામાં અચાનક ખરાબ થઈ જતાં મુસાફરો બસ ઠીક થવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક મુસાફરો બસમાંથી ઉતરીને રસ્તા પર ઉભા હતા, ત્યારે જ પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારી હતી. આ ભયંકર અકસ્માતમાં રોડના કિનારે બેઠેલા અને બસમાં સૂઈ રહેલા 19 જેટલા મુસાફરોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોચી છે. જોકે, અકસ્માતમાં મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી સંભાવના વર્તાઇ રહી છે.

બનાવની જાણ થતાં જ એસપી યમુના પ્રસાદ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અકસ્માતનો ભોગ બનેલ તમામ પ્રવાસી પંજાબથી બિહાર જઈ રહેલા શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હાલ તો તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બારાબંકી જિલ્લા હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને મેડિકલ કોલેજ સહિત અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Next Story