Connect Gujarat
દેશ

ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતાઃ સામાન્યથી 60% ઓછા વરસાદનું અનુમાન

ગુજરાત અને રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતાઃ સામાન્યથી 60% ઓછા વરસાદનું અનુમાન
X

હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટે કહ્યું છે કે આ વર્ષે વરસાદનો આંકડો સામાન્યથી 60 ટકા ઓછો રહેશે. સ્કાઈમેટે આ પહેલાં 13 એપ્રિલ 2021ના રોજ હવામાનની આગાહી જાહેર કરી હતી. એ સમયે દેશમાં સામાન્ય વરસાદની વાત કહેવામાં આવી હતી, જોકે અપડેટેડ અનુમાન મુજબ, આ વર્ષે વરસાદ સામાન્યથી 60 ટકા ઓછી રહેવાની શક્યતા છે.

હવામાનની ભૌગોલિક અસરની વાત કરવામાં આવે તો ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, કેરળ અને પૂર્વાત્તર ભારતમાં આગળ પણ વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળની શક્યતા છે. જોકે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારમાં વરસાદનો આંકડો સામાન્ય કે એનાથી વધુ રહ્યો છે. આ કારણે દેશના કેન્દ્રીય ભાગમાં પાક નબળો રહેવાની શક્યતા પણ છે. સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઈ માટે 97 ટકા વરસાદની આગાહી કરી હતી. એની સરખામણીએ જૂન અને જુલાઈમાં LPAના 110 ટકા અને 93 ટકા વરસાદ થયો.

હાલની સ્થિતિને જોતાં સ્કાઈમેટે મોન્સૂનના અગાઉના અનુમાનમાં ફેરફાર કરીને તેને LPAના 94 ટકા કર્યું છે. મોન્સૂનમાં પ્રથમ બ્રેક જુલાઈમાં જોવા મળ્યો અને ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનમાં બીજો બ્રેક મોન્સૂન ફેઝ આવ્યો. નબળા વરસાદને કારણે સમગ્ર ભારતમાં સીઝનલ વરસાદની અછત ઓગસ્ટના બીજા પંદર દિવસ સુધીમાં 9 ટકા પર આવી ગઈ. સામાન્યથી ઓછા મોન્સૂનની સામાન્યથી નીચેની સ્થિતિમાં અત્યારસુધીમાં કોઈ સુધારો થયો નથી.

Next Story
Share it