Connect Gujarat
દેશ

અમરનાથ યાત્રામાં ગુજરાતી ડોક્ટર્સ બજાવશે ફરજ,યાત્રીઓનું કરશે તબીબી પરીક્ષણ

અમરનાથ યાત્રા માટે હવે ગુજ્જુ ડોક્ટર સેવા આપશે જી હા ગુજરાતના ડોક્ટર હવે કાશ્મીર અમરનાથ યાત્રામાં કોઈની સેવા કરશે.

અમરનાથ યાત્રામાં ગુજરાતી ડોક્ટર્સ બજાવશે ફરજ,યાત્રીઓનું કરશે તબીબી પરીક્ષણ
X

અમરનાથ યાત્રા માટે હવે ગુજ્જુ ડોક્ટર સેવા આપશે જી હા ગુજરાતના ડોક્ટર હવે કાશ્મીર અમરનાથ યાત્રામાં કોઈની સેવા કરશે. તારીખ 11 થી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 2 ડોક્ટરોને ચાલી રહેલ અમરનાથ યાત્રામાં સેવા માટે મોકલી આપવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીર સરકાર અને ગુજરાત સરકાર કરાર મુજબ 2 ડોકટરને અમરનાથ યાત્રામાં યાત્રિકોની મેડિકલ સારવાર માટે સેવાની માગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ધવલ ગોસાઈ અને રાજકોટ તાલુકાના બેડલાં આરોગ્ય કેન્દ્રના રિંકલ વિરડિયા સેવા માટે મોકલવામાં આવ્યા છે.ડોક્ટર ધવલ ગોસાઈ અમરનાથ યાત્રા રૂટ ઉપર 12 હજાર 700 ફૂટની ઉંચાઈ ઉપર આવેલ કાલીમાતા મેડિકલ સેન્ટર ઉપર સેવા ફરજ બજાવી રહ્યાં છે, અહીં તે પસાર થતા યાત્રિકોની મેડિકલ તપાસ કરી રહ્યાં છે, ખાસ તો ઉંચાઈ ઉપર જે યાત્રિકોને હાઈ અલ્ટિટ્યૂડ સિન્ડ્રોમ ની અસર થાય તેની ઇમરજન્સી સારવાર કરીને બરોબર થાય પછી જ આગળ મોકલી રહ્યાં છે.બંને ગત તારીખ 11ના રોજ 12 હજાર 700 ફૂટની ઉંચાઈ ઉપર કાલીમાતા મેડિકલ સેન્ટરમાં સેવા માટે પહોંચી ગયા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે

Next Story