Connect Gujarat
દેશ

ભારતીય સેનામાં કર્નલ રહી ચૂકેલ ગુર્જર નેતા કિરોડી સિંહનું જયપુર ખાતે નિધન

રાજસ્થાનના ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલા નું નિધન થયું છે. તેઓ ઘણાં દિવસથી બીમાર હતાં. બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલન નો મોટો ચહેરો હતાં.

ભારતીય સેનામાં કર્નલ રહી ચૂકેલ ગુર્જર નેતા કિરોડી સિંહનું જયપુર ખાતે નિધન
X

રાજસ્થાનના ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલા નું નિધન થયું છે. તેઓ ઘણાં દિવસથી બીમાર હતાં. બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલન નો મોટો ચહેરો હતાં. જો કે બાદમાં તેઓ ભાજપમાં જોઇ ગયા હતાં.કિરોડી લાલ બૈંસલા ભારતીય સેનામાં કર્નલ રહી ચૂક્યાં છે. 2007માં તેમના નેતૃત્વમાં રાજસ્થાનમાં ગુર્જર મોટું આંદોલન કર્યું હતું. રાજસ્થાનમાં ગુર્જરોને અનામત મળે તે માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે, તેઓ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા હતાં.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કર્નલ કિરોડીસિંહ બૈંસલા ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બૈંસલા સામાજિક ચળવળ ના મજબૂત નેતા હતા. તેઓ સામાજિક અધિકારો માટે જીવનભર લડ્યાં છે. તેઓની ગેરહાજરી હંમેશા અનુભવાશે. ભગવાન દિવંગત તેમની આત્માને શાંતિ આપે. પરિવાર અને ચાહકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું.કિરોડી લાલ ઘણા લાંબા સમયથી બીમાર હતા. આવી સ્થિતિમાં તેમના પુત્ર વિજય બૈંસલા ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા બની ગયા છે. કિરોડી લાલ કોરોના સમયગાળા દરમિયાન બે વખત સંક્રમિત થઇ ચૂક્યા હતાં. 2007માં બૈંસલાના નેતૃત્વમાં ગુર્જરોનું મોટું આંદોલન થયું હતું. એ પછી 2015માં પણ તેમના નેતૃત્વમાં ફરી વાર મોટું ગુર્જર આંદોલન થયું હતું.

25 દિવસના આ આંદોલન બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે બૈંસલા ના નેતૃત્વમાં ગુર્જર સમુદાયની બેઠક યોજી હતી. જેમાં ગુર્જરોને 5% અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો.કર્નલ કિરોડીસિંહ બૈંસલા નો જન્મ રાજસ્થાનના કરૌલી જિલ્લાના મુંડિયા ગામમાં થયો હતો. ગુર્જર સમુદાયમાંથી આવતા કિરોડી સિંહે તેમની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી, પરંતુ તેમના પિતા આર્મીમાં હોવાને કારણે તેમના લગાવો આર્મી તરફ હતો. આથી તેઓએ સેનામાં જોવાનું મન બનાવી લીધું હતું. બાદમાં તેઓ સૈનિક તરીકે સેનામાં જોડાયા. બૈંસલા સેનાની રાજપૂતાના રાઈફલ્સ માં ભરતી થયા હતાં અને આર્મીમાં હતાં ત્યારે 1962ના ભારત-ચીન યુદ્ધ અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે પોતાના દેશ માટે બહાદુરી બતાવી હતી.

Next Story