Connect Gujarat
દેશ

હરિયાણા સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલતી તકરારનો અંત, સરકારની ખાતરી બાદ ખેડૂતોએ ધરણા સમાપ્ત કર્યા

હરિયાણા સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલતી તકરારનો અંત, સરકારની ખાતરી બાદ ખેડૂતોએ ધરણા સમાપ્ત કર્યા
X

હરિયાણા સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલતી તકરારનો આખરે અંત આવ્યો છે. હરિયાણા સરકારે એસડીએમ આયુષ સિન્હા સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, તો ખેડૂતોની બીજી માંગણી પર પણ વિચારવાની ખાતરી આપી છે. સરકારે ખાતરી બાદ ખેડૂતોએ પોતાના ધરણા સમાપ્ત કર્યા છે.

રાજ્ય સરકારના સચિવ દેવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે, સરકાર 28 ઓગસ્ટના રોજ હાઇકોર્ટના પૂર્વ જજ દ્વારા આ ઘટનાની ન્યાયિક તપાસ કરશે. આ તપાસ એક મહિનામાં પૂર્ણ થશે. પૂર્વ એસડીએમ આયુષ સિન્હા આ સમયગાળા દરમિયાન રજા પર રહેશે. હરિયાણા સરકાર મૃતક ખેડૂત સતીશ કાજલના 2 સંબંધીઓને કરનાલમાં નોકરી આપશે. આ પછી, ખેડૂત નેતા ગુરનામ સિંહે કરનાલમાં લાઠીચાર્જ મામલે ચાલી રહેલા આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. છેલ્લા અનેક દિવસથી ખેડૂતોએ મીની સચિવાલયને ઘેરાબંધી કરી હતી જે પૂર્ણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ અધિકારીઓ અને ખેડૂતોની બેઠક શુક્રવારે મોડી રાત સુધી ચાલી હતી. શુક્રવારે કૃષિ વિભાગના એક સચિવ દેવેન્દ્ર સિંહ સરકારની સૂચનાઓના કારણે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે કરનાલ પહોંચ્યા હતા, ત્યારે ખેડૂતો વતી હરિયાણા પ્રદેશ પ્રમુખ ગુરનામસિંહ સહિત 15 સભ્યોની સમિતિના ખેડૂત નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. 28 ઓગસ્ટ અહીં પોલીસ અને પ્રદર્શનકારીઓ ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો ત્યારબાદ હજારો ખેડૂતો ધરણા શરૂ કર્યા હતા.

Next Story