Connect Gujarat
દેશ

હાઇકમાન્ડની "કમાન" : નવજોત સિંહ સિદ્ધુની પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે નિયુક્તિ

પંજાબમાં ચાલતા રાજકીય નાટકનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ બનાવ્યા છે.

હાઇકમાન્ડની કમાન : નવજોત સિંહ સિદ્ધુની પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે નિયુક્તિ
X

પંજાબમાં ચાલતા રાજકીય નાટકનો આખરે અંત આવ્યો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ બનાવ્યા છે.જોકે રાજકારણની મેચમાં પણ નવજોત સિંહ સિદ્ધુની જીત થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

છેલ્લા ઘણા સમયથી રાજકીય ચર્ચાના ઘેરાવમાં રહેલા નવજોત સિંહ સિદ્ધુની કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે હવે નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં સુનીલ જાખડનું સ્થાન લેશે. નવજોત સિંહ સિદ્ધ સાથે 4 કાર્યકારી અધ્યક્ષ પણ બનાવાયા છે. જેમાં સંગત સિંહ, કુલજીત નાગરી, પવન ગોયલ સહિત સુખવિંદર ડૈનીનો સમાવેશ કરાયો છે. જોકે, આગામી વર્ષે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ સ્થિતિમાં કોંગ્રેસ હાઇ કમાન્ડે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે નવજોત સિદ્ધુના નામ પર મહોર મારી છે. હવે, આગામી સમયમાં સિદ્ધુ સામે અનેક પડકારો હશે, જેનો તે સામનો કેવી રીતે કરશે તેના પર નજર રહેશે. જોકે, છેલ્લા ઘણા દિવસોથી નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન મળવાની વચ્ચે હવે તેઓને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના નિર્ણયથી મુખ્યમંત્રી અમરિંદર નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story
Share it