Connect Gujarat
દેશ

હિમાચલ પ્રદેશ : PM મોદીએ યુવતીના હાથમાં માતા હીરાબાનું પેઇન્ટિંગ જોતાં કાફલો અટકાવ્યો...

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂરાં કર્યા છે, ત્યારે આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા ખાતે ગયા હતા,

હિમાચલ પ્રદેશ : PM મોદીએ યુવતીના હાથમાં માતા હીરાબાનું પેઇન્ટિંગ જોતાં કાફલો અટકાવ્યો...
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂરાં કર્યા છે, ત્યારે આ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓ હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા ખાતે ગયા હતા, જ્યાં રોડ શો દરમ્યાન એક યુવતીના હાથમાં PM મોદીએ પોતાના માતા હીરાબાની પેઇન્ટિંગ જોઈને આખેઆખો કાફલો રોકાવી યુવતીને મળવા પહોચ્યા હતા.

હિમાચલ પ્રદેશના શિમલા ખાતે PM મોદી એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા, જ્યાં રોડ શો દરમ્યાન PM મોદીએ રોડની બાજુમાં ઊભેલી એક યુવતીના હાથમાં પોતાના માતા હીરાબાની પેઇન્ટિંગ જોઈ હતી, ત્યારે આ પેઇન્ટિંગને જોતાં જ અને ત પેઇન્ટિંગ લેવા માટે PM મોદીએ પોતાનો કાફલો અટકાવ્યો હતો. PM મોદીએ યુવતીને મળ્યા અને તેમના દ્વારા બનાવેલી પેઇન્ટિંગને નિહાળી તેમજ માતા હીરાબાની પેઇન્ટિંગનો ભેટ તરીકે સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન તેમને યુવતી સાથે નિખાલસથી વાતચીત પણ કરી હતી. વડાપ્રધાને ભીડમાં ઊભેલી યુવતીના માથા પર હાથ રાખ્યો અને આશીર્વાદ આપ્યા હતા. જોકે, વડાપ્રધાને હકડેઠઠ ભીડમાં ઊભેલી યુવતીના માથા પર હાથ રાખ્યો અને તેમની પાસેથી તે પેઇન્ટિંગ લઈને આગળ વધી ગયા હતા, ત્યારે હાલ તો PM મોદીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Next Story