Connect Gujarat
દેશ

ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ જમ્મુ- કાશ્મીરની મુલાકાતે

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહયાં હોવાથી લોકોમાં ભયનો માહોલ છે

ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ જમ્મુ- કાશ્મીરની મુલાકાતે
X

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહયાં હોવાથી લોકોમાં ભયનો માહોલ છે તેવામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસની જમ્મુ- કાશ્મીરની મુલાકાતે જઇ રહયાં છે.

જમ્મુ અને કાશ્મીરમાંથી તારીખ 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ લગભગ 25 મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ વખત શનિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ સ્થાનિકોની સાથે દેશના અન્ય રાજયોમાંથી રોજગારી માટે આવેલાં લોકોને નિશાન બનાવી રહયાં છે. આતંકવાદીઓના વધી રહેલાં હુમલાઓ વચ્ચે સુરક્ષાની દૃષ્ટિએ શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો છે. અમિત શાહની મુલાકાતને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. સીઆરપીએફની વીઆઈપી ટુકડી શુક્રવારે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ હતી. રેલીના સ્થળ ભગવતી ગ્રાઉન્ડના સિનિયર અધિકારીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ મુખ્ય રૂપે રેલીમાં તહેનાત રહેશે. ત્રણ હજાર સુરક્ષા જવાનો તહેનાત રહેશે. એસએસબી, સીઆઇએસએફના જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવ્યાં છે.

Next Story