Connect Gujarat
દેશ

રેપ થવાનો જ છે તો...કોંગ્રેસ નેતાના નિવેદનથી સ્મૃતિ ઈરાની-જયા બચ્ચને સસ્પેન્ડ કરવાની માગણી કરી

ભાજપથી લઈને દરેક પાર્ટીના નેતાઓ તેમના નિવેદનને શરમજનક ગણાવી રહ્યા છે.

રેપ થવાનો જ છે તો...કોંગ્રેસ નેતાના નિવેદનથી સ્મૃતિ ઈરાની-જયા બચ્ચને સસ્પેન્ડ કરવાની માગણી કરી
X

કોંગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારના રેપવાળા નિવેદનથી વિવાદ વધી ગયો છે. ભાજપથી લઈને દરેક પાર્ટીના નેતાઓ તેમના નિવેદનને શરમજનક ગણાવી રહ્યા છે. જ્યારે દિલ્હીની એક એનજીઓએ તેમના નિવેદન સામે ફરિયાદ પણ દાખલ કરાવી છે.BJP નેતાઓ દ્વારા સાંસદ કોંગ્રેસ ધારાસભ્ય કેઆર રમેશ કુમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી છે. આ દરમિયાન સ્મૃતિ ઈરાની અને જયા બચ્ચન સહિત ઘણાં મહિલા નેતાઓએ આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે.

ધારાસભ્ય રમેશ કુમારે ગુરુવારે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે જ્યારે રેપ થવાનો જ છે તો, પડ્યા રહો અને મજા લો. તેમના આ વિવાદાસ્પદ નિવેદનની ઘણા નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે વિધાનસભા મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવાનો સંકલ્પ કરે છે એ જ જગ્યાએ કોંગ્રેસનેતાએ જે નિવેદન આપ્યું છે એ ખૂબ શરમજનક છે. કોંગ્રેસનું એ નેતૃત્વ, જે ઉત્તરપ્રદેશમાં કહે છે કે 'લડકી હૂ, લડ શકતી હૂ' એ પહેલાં નારેબાજી કરવાની જગ્યાએ તેમના આ નેતાને તેમની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે. કોંગ્રેસ ધારાસભ્ય કેઆર રમેશ કુમારે કર્ણાટક વિધાનસભામાં ચર્ચા દરમિયાન નિવેદન આપ્યું કે કહેવત છે કે- જ્યારે રેપ રોકી ના શકાય ત્યારે, સૂઈ જાઓ અને એનો આનંદ લો. તેમણે કહ્યું હતું કે અધ્યક્ષ અત્યારે એ જ સ્થિતિમાં હતા. કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આ વિશે કાર્યવાહી કરવાના બદલે એના પર હસી પડ્યા હતા.

Next Story