Connect Gujarat
દેશ

દિવના દરિયામાં જો ન્હાવા પડ્યા તો થશે FIR, જિલ્લા કલેકટરે કર્યો આદેશ

દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાઈ શકે છે.

દિવના દરિયામાં જો ન્હાવા પડ્યા તો થશે FIR, જિલ્લા કલેકટરે કર્યો આદેશ
X

દીવ ફરવા જતા પહેલા એક વાર વિચારજો કારણ કે અહીંયા જિલ્લા કલેકટરના આદેશ કર્યો છે પર્યટકો બીચ પર હરીફરી શકશે, પરંતુ નાહવા કે દરિયામાં નહિ જઈ શકે.એને લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા પર્યટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે.

દીવના જિલ્લા કલેક્ટરે એક આદેશ આપીને દીવના દરિયામાં નહાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કલેક્ટરે આવો આદેશ ચોમાસાને ધ્યાનમાં રાખીને આપ્યો છે, કેમ કે હાલમાં દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાઈ શકે છે.

હાલ ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટા મોજા થતા હોવાથી માનવ જિંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનુની કાર્યવાહી કરવામાં આવશે. આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાવા પકડાશે તો તેમની સામે FIR પણ દાખલ થઈ શકે છે આમ જો હવે દીવ ફરવા જાવ તો આ નિયમને પાળવા પડે અને જો ઉલ્લંઘન કરશો તો સજા પણ ભોગવવી પડશે.

Next Story